Western Times News

Gujarati News

કરીનાએ દીકરા-પતિને વેલેન્ટાઈન્સ ડે સમર્પિત કર્યો

મુંબઈ, ૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનારી કરીના કપૂર હંમેશા એક્ટિવ રહે છે અને તેની એક્ટિવિટી ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઘણીવાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર તેમજ જેહની અનસીન તસવીરો શેર કરતી રહે છે.

જ્યારે દુનિયા આજે (સોમવાર) વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરવામાં વ્યસ્ત છે, ત્યારે કરીના કપૂરે પતિ સૈફ અને ટિમ ટિમની સુંદર તસવીર શેર કરી છે અને ખાસ દિવસ તેમને સમર્પિત કર્યો છે. કરીના કપૂરે સૈફ અલી ખાન અને તૈમૂરનો દેખાડતી તસવીર શેર કરી છે. જેમાં લિટલ મંચકિન આઈસક્રીમની મજા લેતા ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો છે. આ સિવાય તે થમ્બ્સ અપની સાઈન પણ દેખાડી રહ્યો છે.

બીજી તરફ દીકરાની સાથે પિંક ટીશર્ટ પહેરીને બેસેલો સૈફ અલી ખાન કન્ફ્યૂઝ લાગી રહ્યો છે. બાપ-દીકરા પર પ્રેમ વરસાવતા કરીના કપૂરે તસવીરના કેપ્શનમાં લખ્યું છે. શું આજે વેલેન્ટાઈન ડે છે? તો ચાલો પછી આઈસક્રીમ ખાઈએ. કરીના કપૂર ક્યારેય પણ પતિ અને દીકરા સાથે સમય પસાર કરવાની તક જતી કરતી નથી. વ્યસ્ત શિડ્યૂલની વચ્ચે પણ તે પરિવાર માટે સમય કાઢી લે છે.

કરીના કપૂરનો નાનો દીકરો જેહ પણ એક વર્ષનો થઈ ગયો છે, જેનો જન્મ ફેબ્રુઆરી, ૨૦૨૧માં થયો હતો. અગાઉ એક મેગેઝિન સાથે વાતચીત કરતાં કરીના કપૂરે જણાવ્યું હતું કે, પિતા તરીકે સૈફ એકદમ શાંત છે અને તેથી જ બાળકોને શિસ્તતા શીખવવી તે તેના પર છે.

તેણે જણાવ્યું હતું કે, તે કડક સ્વાભવની નથી. તે થોડી ચિલ છે. જાે કે, તેણે વધુ શિસ્તતા જાળવવી પડે છે કારણ કે સૈફ તૈમૂરને એટલો બગાડે છે કે ક્યારેક-ક્યારેક તેને ગુસ્સો આવી જાય છે. કરીના કપૂરે ઉમેર્યું હતું કે, તેને હવે બે બાળકો છે ત્યારે તેમના ભોજન અને ઊંઘવાના સમય વિશે ચોક્કસ રહેવું તેના માટે થોડું મુશ્કેલ છે. બેબોના કહેવા પ્રમાણે, સૈફ થોડો રિલેક્સ હોવાના કારણે તેણે કડક બનવું પડેશે.

તેનું માનવું છે કે, બાળકો જ્યારે મોટા થઈ રહ્યા હોય ત્યારે તેમને શિસ્ત શીખવવું જાેઈએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. જે હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે.

ફિલ્મ એપ્રિલ, ૨૦૨૨માં થિયેટરમાં રિલીઝ થવાની છે, જેની ટક્કર એક્ટર યશ સ્ટારર KGF ૨ સાથે થશે. આ સિવાય તે એકતા કપૂર અને હંસલ મહેતા સાથે પણ કામ કરવાની છે. બીજી તરફ સૈફ અલી ખાન પાસે આદિપુરુષ જેવી ફિલ્મ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.