પતિને છોડાવવા નક્સલીઓના ગઢમાં પુત્રી સાથે પહોંચી પત્ની, નકસલીઓએ પતિને મુકત કર્યો
બીજાપુર, પોતાના ઇજનેર પતિને, નકસલીઓ ઉઠાવી ગયા પછી સોનાલી પવારે તેને છોડવા દર્દભરી અપીલ કરી હતી. પરંતુ તે બહેરાકાને અથડાતાં છેવટે સોનાલી પવારે નક્સલીઓનો ગઢ ગણાતાં અબુઝમદનાં ગાઢ જંગલમાં તેની અઢી વર્ષની જ પુત્રી સાથે પહોંચી ગઈ.
આથી નકસલીઓને દયા આવી અને તેના ઇજનેર પતિ અશોક પવાર તથા તેની સાથે અપહૃત કરાયેલા કામદાર આનંદ યાદવને મંગળવારે સહી સલામત મુક્ત કરી દીધા. સોનાલી હજુ તો જંગલમાં જ છે. અને સ્થાનિક પત્રકાર તથા પોલીસના સંપર્કમાં છે.
આ માહિતી આપતાં બીજાપુરના એડીશન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે જણાવ્યું હતું કે અશોક પવાર અને યાદવને બીજાપુર જિલ્લાનાં કૃત્રુ ગામે રાખવામાં આવ્યા છે. અને સોનાલી પણ થોડા સમયમાં જ કૃત્રુ આવી પહોંચશે અને તેના પતિને મળશે.
આ અંગેએક સ્થાનિક પત્રકારે જણાવ્યું હતું કે પોતાની પુત્રીઓ માટે પણ પોતાના પતિને મુક્ત કરવા માટે વિડીયો ઉપર દર્દભરી અપીલ કર્યા પછીએ આતંકીઓએ અશોક પવારને મુક્ત ન કરતાં સોનાલી અબુઝમદનાં ગાઢ જંગલમાં સ્થાનિક લોકોની સહાયથી પહોંચી ગઈ હતી. (જે માટે સ્થાનિક પત્રકારે તેને મદદ કરી હતી) તેઓ જંગલમાં બીજાપુર અને નારાયણપુરની સીમાએથી પહોંચી હતી.
આ પુર્વે તેણે તેની પાંચ વર્ષની પુત્રીને તેનાં કુટુમ્બીજનોને સોંપી હતી. જેઓ પણ રવિવારે બીજાપુર પહોંચી ગયાં હતાં.પવાર અને યાદવને કોઈ ઇજા પહોંચાડાઈ ન હતી. ઉલટાના દરેકને રૂપિયા બબ્બે હજાર નકસલીઓએ આપ્યા હતા. તેમ યાદવે પણ સોનાલીને પછીથી જણાવ્યું હતું.
પવાર અને યાદવ બીજાપુર જિલ્લામાં આવેલાં બેદ્રે-નુગુર ગામ પાસે ઇન્દ્રાવતી નદી ઉપર જે કન્સ્ટ્રકશન કંપનીએ પુલ બાંધવા લીધેલો. કોન્ટ્રાક્ટ લીધો હતો તે કંપની તરફથી ત્યાં કામ કરી રહ્યા હતા. આ વિસ્તાર પણ જંગલોથી ભરેલો છે. ત્યાંથી તે બંનેનું તા. ૧૧મી ફેબ્રુઆરીએ નકસલોએ અપહરણ કર્યું હતું. આ બંને મૂળ તો મધ્યપ્રદેશના વતની છે.HS