દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, બંધ ઘરમાંથી આઇઇડી મળ્યો

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ગુરુવારે સાંજે દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક બંધ મકાનમાંથી એક આઇઇડી (ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) જપ્ત કર્યો હતો. એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.એનએસજીની ટીમ બોમ્બને ખુલ્લા વિસ્તારમાં લઈ જઈને નષ્ટ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાઝીપુર આઇઇડી કેસની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બપોરે ૨ વાગ્યે શંકાસ્પદ બેગની માહિતી મળી હતી. આ પછી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સીમાપુરીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ઘર પહેલેથી જ બંધ હતું.
તલાશી દરમિયાન રૂમમાં રાખેલી બેગમાંથી સીલબંધ પેક કરેલ સામાન મળી આવ્યો હતો. શંકાસ્પદ વસ્તુ અન્ય બેગમાં મૂકવામાં આવી હતી અને પછી તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ કરતાં તે આઇઇડી હોવાનું બહાર આવ્યું. આ પછી IED અને એન્ટી બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. જે રૂમમાંથી બોમ્બ મળ્યો હતો ત્યાં ત્રણ-ચાર છોકરાઓ ભાડેથી રહેતા હતા. તેઓ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. દિલ્હીના ગાઝીપુરમાં મળેલા ૈંઈડ્ઢ કેસની તપાસ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે IED રાખનારા છોકરાઓ કોણ છે અને તેમનું નેટવર્ક કોની સાથે છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઇઇડીનું વજન ત્રણ કિલોગ્રામ છે. તે જાન્યુઆરીમાં ગાઝીપુરમાં મળેલા આઇઇડી જેવું જ છે.
જણાવી દઈએ કે ૧૪ ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક IED મળી આવ્યો હતો. સુરક્ષા દળો દ્વારા તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આતંકવાદીઓ દિલ્હીમાં આતંક મચાવવાના ષડયંત્ર પર કામ કરી રહ્યા છે.HS