અકાઉન્ટન્ટ લાલચમાં ફસાયો, ૨ લાખ રૂપિયાનો લાગ્યો ચૂનો
સુરત, ૨૯ વર્ષીય એક અકાઉન્ટન્ટ રોકાણ પણ વળતર મેળવવાની લાલચમાં ફસાયો હતો અને આશરે ૨ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. છેતરપિંડી કરનારા બે શખ્સ સાથે અકાઉન્ટન્ટનો સંપર્ક વોટ્સએપ પર થયો હતો.
ફરિયાદ મળ્યા બાદ, ડીંડોલી પોલીસે શખ્સ સામે છેતરપિંડી (કલમ ૪૨૦) હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી કૈલાશ પટેલ, જે ભેસ્તાનની શિવનગર સોસાયટીનો રહેવાસી છે અને અકાઉન્ટસી કંપની ચલાવે છે, તેને વોટ્સએપ પર એસએસ રોયલ લાઈફ મલ્ટિ બિઝ લિમિટેડ તરફથી વોટ્સએપ પર ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ એક પીડીએફ ફાઈલ મળી હતી, જેમાં રોકાણમાંથી વધુ આવક કેવી રીતે મેળવવી તેની વિગતો હતી.
આકર્ષિત, કૈલાશ પટેલ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કરાવડા ખાતેના બિઝનેસ સેન્ટર ખાતે આવેલી કંપનીની ઓફિસમાં ગયો હતો અને કંપનીના ડિરેક્ટર આશિષ રાઠોડ તેમજ કિશન પ્રધાનને મળ્યો હતો. કિશને તેને સભ્ય બનવા કહ્યું હતું અને ત્રણ મહિનામાં ૯૦ હજાર રૂપિયા મળવાની લાલચ આપી ૩૬ હજારનું રોકાણ કરાવ્યું હતું. તેણે કૈલાશ પટેલને અન્ય કેટલીક રસપ્રદ સ્કીમ વિશે જણાવ્યું હતું.
કૈલાશ પટેલ બંનેની જાળમાં ફસાઈ ગયો હતો અને કંપનીમાં ૧.૮૬ લાખનું રોકાણ કર્યું હતું. આશિષે કૈલાશ પટેલને તેમ પણ કહ્યું હતું કે, તેને ગિફ્ટ તરીકે બેડની ચાદર જેવી કેટલીક વસ્તુ પણ મળશે, જાે કે તે મળી નહોતી. જ્યારે પટેલ વચન આપેલા વ્યાજ સાથે તેના પૈસા પરત મેળવવા માટે ત્રણ મહિના પછી આશિષ રાઠોડ અને કિશન પ્રધાનની ઓફિસે ગયો ત્યારે, તેને થોડા દિવસમાં તેના પૈસા પરત મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
જ્યારે થોડા દિવસ બાદ ફરીથી તે ઓફિસે ગયો ત્યારે તે બંધ હતી અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. કૈલાશ પટેલને જાણ થઈ હતી કે, બારડોલીમાં આશિષ રાઠોડ તેમજ કિશન પ્રધાન સામે પણ છેતરપિંડીની અન્ય ફરિયાદ નોંધવામાં આવી છે.
પોતાના પૈસા પાછા મેળવવા માટે આરોપીએ બંનેનો સંપર્ક કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા, જે નિષ્ફળ જતા તેણે ડીંડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગુરુવારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.SSS