Western Times News

Gujarati News

૨૦૨૩ના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સેશનની યજમાની ભારતને મળી

નવી દિલ્હી, ક્રિકેટની સાથે-સાથે અન્ય રમતોમાં પણ ભારતીય ખેલજગત નવા આયામ સર કરી રહ્યું છે. તેવામાં હવે ૨૦૨૩ના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સેશનની યજમાની ભારતના શિરે આવી છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સદસ્ય બન્યા બાદ નીતા અંબાણીએ સતત ઓલિમ્પિક ખેલ પ્રત્યે વધુ ભાર આપવા માટે તમામ સદસ્યોને જાેર ભર્યું હતુ.

મુંબઈમાં રિલાયન્સના જિયો વર્લ્‌ડ સેન્ટર ખાતે ઓલિમ્પિક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. નીતા અંબાણી ૨૦૧૬થી કમિટીના સભ્ય છે. ચીનના બેઇજિંગમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ૧૩૯માં સત્રમાં ભારતે શનિવારે ૪૦ વર્ષ પછી તેની મેજબાની કરવાની બિડ જીતી લીધી.

ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા, આઈઓસી સભ્ય નીતા અંબાણી, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ નરિન્દર બત્રા, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ૧૩૯માં સત્રમાં આઈઓસી સભ્યને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આઈઓસીનું સત્ર બીજી વખત ભારતમાં યોજાશે. અગાઉ ૧૯૮૩માં નવી દિલ્હીમાં સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૦૨૩માં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ(આઈઓસી)ના સેશનનું આયોજન મુંબઈમાં થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આને હોસ્ટ કરવા માટે ૨૦૧૯માં નીતા અંબાણીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે અંગે આજે ૨૦૨૩માં આઈઓસી સત્રની યજમાની માટે ૭૫ સભ્યોએ ભારતને સમર્થન આપ્યું છે. વળી આ બિડિંગ પ્રક્રિયા દરમિયાન ભારતને ઐતિહાસિક ૯૯% વોટ મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને ભારત ૨૦૩૬માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે છેલ્લે ૧૯૮૩માં દિલ્હી ખાતે સત્રની મેજબાની કરી હતી. ઉલ્લેખનીય છે કે, આઈઓસી સત્ર આઈઓસીના સદસ્યોની સામાન્ય બેઠક છે. તે આઈઓસીનું સર્વોચ્ય અંગ છે અને તેના ર્નિણય અંતિમ હોય છે.

આઈઓસીમાં મતદાનના અધિકારવાળા કુલ ૧૦૧ સદસ્ય છે. તે સિવાય તેના ૪૫ માનદ સદસ્ય છે જેમને મતદાનનો અધિકાર નથી. સદસ્યો ઉપરાંત ૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલ સંઘો (ગ્રીષ્મકાલીન અને શીતકાલીન ખેલો)ના વરિષ્ઠ પ્રતિનિધિ (અધ્યક્ષ અને મહાસચિવ) પણ આઈઓસી સત્રમાં ભાગ લે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.