Western Times News

Gujarati News

ગુજરાત ટાઈટન્સે મેટાવર્સ પર લોન્ચ કર્યો પોતાનો લોગો

(એજન્સી) અમદાવાદ, આઈપીએલ ૨૦૨૨ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સની એન્ટ્રી થઈ ચૂકી છે. આઈપીએલ મેગા ઓક્શનમાં પણ અનેક ખેલાડીઓને ઊંચી કિંમતે ખરીદીને ગુજરાત ટાઈટન્સની ટીમે અન્ય ટીમોને પ્રભાવિત કરી હતી. હવે આઈપીએલમાં સૌ પ્રથમ વખત મેટાવર્સ પર પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર ગુજરાત ટાઈટન્સ આઈપીએલની સૌ પ્રથમ ટીમ બની ગઈ છે.

રવિવારની સાંજે ગુજરાત ટાઈટન્સ દ્વારા પોતાની ટીમનો નવો લોગો મેટાવર્સ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. ટીમના હેડ કોચ આશિષ નેહરા, કેપ્ટન હાર્દિક પંડ્યા અને બેટ્‌સમેન શુભમન ગિલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અને મેટાવર્સમાં ટાઈટન્સ ડગઆઉટમાં તેઓએ સૌ પ્રથમ સંવાદ પણ કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સની ટીમ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, આ લોગોનો અર્થ સતત ઊંચાઈ પર પહોંચવું અને સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરે છે. અને આ લોગોની ડિઝાઈનની પ્રેરણા પતંગ પરથી લેવામાં આવી છે. પતંગ આકાશમાં જેમ ઊંચે ઉડે છે તેવી જ રીતે ટીમ પણ આઈપીએલમાં નવી ઊંચાઈઓને હાંસલ કરશે.

આ ઉપરાંત પતંગ ચગાવવા અને ઉત્તરાયણનું ગુજરાતમાં ખુબ જ મહત્વ છે અને તે સંસ્કૃતિનો એક ભાગ છે, ત્યારે ટાઈટન્સનો લોગો ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપે છે. આ ઉપરાંત ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ દ્વારા યંગ અને એનર્જેટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે. આઈપીએલ ૨૦૨૨ ની સિઝન માટે બે નવી ટીમો અમદાવાદ અને લખનૌને સામેલ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.