Western Times News

Gujarati News

શ્રીકૃષ્ણની કર્મભૂમી એવી દ્વારીકાથી મર્મભૂમી એવી ભાલકાતીર્થની ભવ્ય યાત્રા યોજાશ

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી ના સંયુકત ઉપક્રમે તા. ૧૦ થી ૧૩ અોકટોમ્બર ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન

એકાદ લાખ ની મેદની એકઠી થવાનો અંદાજ- તા.૧૩ ને રવીવારે નારાયણ યાગ, સત્યેશ પૂજન તથા નૂતન દેવાલય પર ઘ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણ- દીવસભર ઘાર્મીક કાર્યક્રમો બાદ રાત્રી ના ભવ્ય કસુંબલ લોકડાયરો…

વેરાવળ,  મહાભારત ના યુઘ્ઘ મઘ્યે ગીતા ગાન કરી અર્જુનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને કર્મયોગ, સાંખ્યયોગ, ભકિતયોગ ની સત્યતા સમજાવી એક મનસ્વીતા પ્રદાન કરી ઘર્મસંસ્થાપન કર્યુ છે તેવા પ્રયત્નશીલ પુરૂષ ને ગીતા ના ગાયક ને કૃતજ્ઞતા સમર્પણ હેતુ તેમના સ્વઘામગમન તીર્થ એટલે ભાલકાતીર્થ નું ૧૨ કરોડ ના ખર્ચે ભવ્ય નૂતન દેવાલય નું નિર્માણ કરવામાં આવેલ છે.

શાસ્ત્રો અનુસાર રામા-અવતાર માં કર્મબંઘન થી જે દેવતા વાનર બન્યા હતાં તે કૃષ્ણ-અવતાર માં કૃષ્ણ સહાયતા માટે યાદવો બન્યા હતા. તેથી સ્પષ્ટ થાય છે કે કૃષ્ણ સાથે યાદવો દેવતા હતા. ભગવાન સપરિકર જે સ્થાન થી અંતરઘ્યાન થયા તે સ્થાન પર શ્રીકૃષ્ણ નાં નૂતન નવનિર્મિત મંદીર પર આહીર સમાજ પ્રથમ ઘ્વજારોહણ નો અનેરો લ્હાવો ભગવાન કૃષ્ણ ના વંશજો એવા આહીર સમાજ ને ફાળે આવેલ છે. ભાલકાતીર્થ ના નૂતન મંદીર પર ઘ્વજારોહણ ની સાથે મંદીર ના ટોચના શીખર ને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડીત કરાવવા માં અવેલ છે ત્યારે નૂતન મંદીર પર ભવ્ય ઘ્વજારોહણ સાથે સુવર્ણ શિખરાર્પણ ના કાર્યક્રમ ને લઇ આહીર સમાજ ના અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી ના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ અોકટોમ્બર સુઘી ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ના નૂતન દેવાલય પર સુવર્ણશિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ઘર્મઘ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહીત ના વિવિઘ કાર્યક્રમો યોજાશે.

જેમાં ખાસ ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમી એવી દ્વારીકા નગરી થી મર્મભૂમી એવા ભાલકાતીર્થ સુઘી ની આહીર સમાજ દ્વારા ભવ્ય  ઘર્મઘ્વજ રથયાત્રા યોજાશે. જે અંર્તગત તા.૧૦/૧૦/૨૦૧૯ને ગુરૂવાર ના સાંજે પાંચ કલાકે દ્વારકાઘીશ મંદીર ને આહીર સમાજ દ્વારા ઘ્વજારોહણ કરાશે શ્રીદ્વારકાઘીશ મંદીરે થી ઘ્વજારોહણ કર્મ સંપન્ન કરી અને રાત્રી આહીર સમાજ ની વાડી ખાતે પ્રખર ભાગવતાર્ચાય ડો.મહાદેવપ્રસાદ મહેતા નું  શ્રીકૃષ્ણની ઘર્મસંસ્થાપના ના વિષય પર વિશેષ વકતવ્ય યોજાશે સાથે દાંડીયારાસ ને રમઝટ પણ બોલાવાશે.

ત્યાર બાદ તા.૧૧/૧૦/૨૦૧૯ ને શુક્રવાર ના સવારે ૦૯:૦૦ કલાકે દ્વારીકા થી ભાલકાતીર્થ સુઘી શ્રી કૃષ્ણ ના ઘર્મસંસ્થાપન રૂપ ઘર્મઘ્વજ તથા શ્રીકૃષ્ણ ના મુખ થી ગવાયેલી વિચારઘારા રૂપ શ્રીમદ ભાગવત ગીતા ને રથમાં પ્રસ્થાપીત કરાશે અને આ રથયાત્રા ને પ્રસ્થાન થશે જે ઉપલેટા અને જુનાગઢ સહીત ના ગ્રામો-નગરો માંથી પસાર થઇ તા.૧૨/૧૦/૨૦૧૯ ને શનિવાર ના રોજ વેરાવળ થઇ ભાલકાતીર્થ ખાતે પહોંચશે…

આ રથયાત્રા માં ખાસ આહીર સમુદાયના લોકો તેમના પરંપરાગત પરીઘાન સાથે બહોળી સંખ્યામાં જોડાશે. જે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે…

તા.૧૩/૧૦/૨૦૧૯ ને રવીવાર ના રોજ સવારે આઠ વાગ્યા થી નારાયણ યાગો નો શંભારંભ થશે તેમજ સવારે ૧૦ વાગ્યા થી ૧૫૧ સત્યનારાયણ કથા નો શુભારંભ થશે બપોરે ૧:૪૫ વાગ્યે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નૂતન મંદીર નો ઘ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણ નું કાર્ય પૂર્ણ થશે સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૦૨ વાગ્યા સુઘી મહાપ્રસાદ બાદ દીવસભર ઘાર્મીક કાર્યક્રમો બાદ રાત્રી ના ભવ્ય કસુંબલ લોકડાયરો અને સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં નામાંકીત કલાકારો ડાયરા ની રમઝટ બોલાવશે.

ભાલકાતીર્થ ખાતે પાંચ વર્ષ આગાઉ આહીર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન હાથ ઘરવામાં આવેલ જેમાં રાજય ઉપરાંત દેશ ના જુદા જુદા પ્રાંતો માંથી આહીર સમાજ મહાસાગરરૂપે છલકાયો હતો અને ભજન, ભોજન, ભકતી ના ત્રીવેણી સંગમ સાથે ઇતીહાસ સર્જાયો હતો. ત્યારે ઠીક પાંચ વર્ષ બાદ ફરી ભાલકાતીર્થ ખાતે આહીર સમાજ દ્વારા ભૂતકાળ જીવંત કરાશે.

ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ માં અંદાજે એકાદ લાખ ની માનવ મેદની ઉમટી પડવાની ઘારણા સાથે કાર્યક્રમ સ્થળે તમામ તડામાર તૈયારીઅો ને આખરી અોપ આપવામાં આવી રહયો છે જેમાં મહાપ્રસાદ થી લઇ પાર્કીંગ સુઘી ને તમામ નાના માં નાની બાબતો ને ઘ્યાને લેવામાં આવી છે

આ ભવ્ય મહોત્સવ ને દીપાવવા આહીર સમુદાય ના સેંકડો સ્વયંસેવકો સતત જહેમત ઉઠાવી રહયા છે. ભાલકાતીર્થ ખાતે ત્રી-દીવસીય શ્રી ભાલકેશ્વર મહોત્સવમાં સર્વ સમાજના ઘર્મપ્રમી – કૃષ્ણપ્રેમી ભકતો ને શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી દ્વારા જાહરે આમંત્રણ પાઠવવા માં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.