Western Times News

Gujarati News

વસ્ત્રાપુરનાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ : વસ્ત્રાપુર  પોલીસે એક મકાનમાં દરોડો પાડીને દારૂની કેટલીક બોટલો ઝડપી પાડી છે. ઉપરાંત બે શખ્સોની અટક પણ કરી છે. પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં હતી એ વખતે ચિત્રકુટ એપાર્ટમેન્ટ. ઈન્ટરનેશનલ સ્કુલ વસ્ત્રાપુરનાં એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે રાત્રે બાર વાગ્યાનાં સુમારે દરોડો પાડતાં મકાનમાંથઈ બે યુવાનો મળી આવ્યા હતાં.

જેમની પૂછપરછ બાદ ઘરની તપાસ કરતાં પલંગ નીચે, કબાટ તથા માળીયામાં થેલી વિવિધ જગ્યાએ સંતાડી રાખેલી અલગ અલગ બ્રાન્ડની ૧૧ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેને પગલે બંને શખ્સો પ્રેમ રામપ્રસાદ મંડલ (રહે.નાનો ઠાકોરવાસ, વ†ાપુર) તથા અશોક લક્ષ્મણજી ઠાકોર (રહે. મોટો ઠાકોરવાસ, વસ્ત્રાપુર)ની ધરપકડ કરી બંને વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.