ઈમરાન ખાનનો સાવકો પુત્ર દારૂના કેસમાં ફસાયો

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન પોતાની પત્ની બુશરા બીબીના કારણે બરાબર ફસાયા છે. ઈમરાનખાન અને બુશરા બીબીના લગ્ન તુટી જાય તેવી અટકળો વચ્ચે બુશરા બીબીનો પુત્ર મોહમ્મદ મૂસા માનેકા દારુના કેસમાં ફસાયો છે.તેની સામે પાકિસ્તાનની પોલીસે ફરિયાદ નોધી છે.મૂસા માનેકા બુશરા બીબીના અગાઉના લગ્નથી થયેલો પુત્ર છે.
પોલીસે બુશરાબીબીના પુત્ર તેમજ અન્ય એક સબંધી અને મૂસા માનેકાના એક મિત્ર સામે પણ ગુનો દાખલ કર્યો છે.તેમના પર કારમાં દારુ રાખવાનો આરોપ છે.પોલીસ દ્વારા રસ્તામાં થઈ રહેલા ચેકિંગ દરમિયાન તેમની કારમાંથી દારુ મળ્યો હતો.આ પૈકીનો એક તો દારુના નશામાં પણ હતો.મુસા અને તેના એક સબંધીને પોલીસે બાદમાં જામીન પર છોડયા હતા.કારણકે તેમણે તે વખતે દારુ પીધો નહોતો.
ઈમરાનખાન હવે તેના કારણે વિપક્ષના નિશાના પર આવી ગયા છે.આ પહેલા ઈમરાન અન બુશરા બીબી વચ્ચેના ઝઘડાની અટકળોએ જાેર પકડ્યું હતુ.બુશરા બીબી ઈસ્લામાબાદ છોડીને લાહોર જતા રહ્યા હોવાની પણ ચર્ચા છે.બુશરાના ગયા બાદ ઈમરાનખાને ઘરનો પર્સનલ સ્ટાફ પણ બદલી નાંખ્યો છે.
એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે, બહુ જલ્દી ઈમરાનખાન અને બુશરા બીબી છુટાછેડા માટેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.બીજી તરફ વિપક્ષો ઈમરાનખાન સામે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે.SSS