Western Times News

Latest News from Gujarat India

કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડનાર જયરાજસિંહ ભાજપમાં જાેડાયા

ગાંધીનગર, કોંગ્રેસ સાથે છેડો ફાડનારા જયરાજસિંહ પરમાર આજે ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે ભાજપના પ્રદેશના નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કરી લીધો છે.

મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતાએ ભાજપમાં જાેડાતા પહેલા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા અને વિધિવત રીતે ભાજપમાં જાેડાઈ ગયા. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભાજપમાં જાેડાયા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે, અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા. પહેલા જમાનો હતો કે રાજાનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે.

રાજનીતિ એ સેવાનો વિષય છે, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો નેશન ફર્સ્‌ટ. મારા ૩૭ વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું.જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું.

તો બીજી તરફ સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને ૩૭ વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જાેડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં.

કોંગ્રેસ છોડતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્રમાં તેમણે વિદ્યાર્થી કાલથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા ૩૭ વર્ષથી કોંગ્રેસ માટે દિવસરાત જાેયા વિના એક યોદ્ધાની જેમ લડવાનો દાવો કરતા તેમણે પ્રદેશના કોઈપણ નેતાનું નામ લીધા વિના તમામ નેતાઓ પર નિશાન તાક્યું હતું તો આ નેતાઓ પર આંધળો વિશ્વાસ મૂકનારા હાઈકમાન્ડની નીતિરીતિથી હારી-થાકીને ર્નિણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

લોકશાહીમાં મારી નાખું, કાપી નાખું કે ભૂક્કા બોલાવાના નિવેદનોથી નહીં, પરંતુ લોકોના દિવસ જીતીને રાજ કરી શકાય છે એમ જણાવી તેમણે રાજકારણમાં સક્રિય રહેવાની સ્પષ્ટતા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જયરાજસિંહે આજે સવારે પોતાના વતનમાં અજાય મતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિધ્ધમાતાજીના દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડીલોના આશિર્વાદ લીધા હતાં અને ત્યારબાદ સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ પહોંચ્યા હતા, જ્યાં અન્ય કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જાેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકરો ભાજપામાં જાેડાયા છે અને આજે વધુ ૨૦૦ જેટલા કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસ ખાલી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે આઠથી નવ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે નબળી બેઠકોને સબળી કરવાની સાથોસાથ વિરોધીઓને નબળાં પાડવાના પ્રયાસોના ભાગરૂપે ભાજપ દ્વારા વખતોવખત પ્રવેશોત્સવ યોજવાની રણનીતિ અપનાવી છે.

એક તરફ કોંગ્રેસ ૨૦૧૭ની ચૂંટણી કરતાં પણ વધારે સારો દેખાવ કરવા માટે ૨૫થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન દ્વારકાધિશના સાનિધ્યમાં ચિંતન શિબિર યોજવાની છે ત્યારે જ તેના અનેક આગેવાનોને ભાજપ પોતાની સાથે જાેડવા જઇ રહ્યો છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers