Western Times News

Latest News from Gujarat India

આતંકવાદ અને સામાજિક ગુન્હા ડામવા માટે અનેક વાર પ્રેમની સંવેદનાએ માનવતા સર્જી છે અને ગુનેગારોએ શસ્ત્રો છોડ્યા છે!!

પ્રેમ થયા બાદ યુવકને અકસ્માતે લકવા થઈ ગયો છતાં, પ્રેમ કરનાર યુવતીએ લગ્ન કર્યા એ જાેડીની બોલતી તસવીર છે. જ્યારે બીજી તસવીર પાકિસ્તાનના સંસદ અમીર લિયાકતની છે જેની સાથે ૧૮ વર્ષની યુવતી સાયદાને પ્રેમ થઈ ગયો

પાંચમી તસ્વીર સુરતની ગ્રીષ્મા વેકરીયાની છે તેની ફેનીલે જાહેરમાં હત્યા કરી નાખી અને બધા જ જાેતા રહી ગયા!!

સુપ્રીમકોર્ટે ‘‘પ્રેમની આધ્યાત્મિક અને સંવેદનાત્મક ભાવનાઓને જીવંત રાખી છે તેની વચ્ચે પ્રેમની સંવેદનાઓ ઉજાગર કરતાં અને નફરતની પરાકાષ્ઠા સર્જાતી ઘટનાઓમાંથી સરકારે,પોલીસ તંત્રે અને માનવ સમાજને ઘણું સમજવા જેવું છે!!

પ્રેમ થયો! પ્રેમી અપંગ થયો છતાં યુવતીએ પ્રેમ નિભાવી લગ્ન કર્યા?! તો બીજા પુરુષો એ યુવતીના ગળા કાપ્યા?!
તસવીર રાધા કૃષ્ણ ભગવાનની છે! તેમની આ તસવીર સમગ્ર માનવજાતને એ સંદેશ આપે છે કે પ્રેમ એક સંવેદનાત્મક આરાધના છે અને પ્રેમ જ એક અમર સંબંધનો આવિષ્કાર છે.

માટે જ જ્યારે માનવ, હૃદયની સંવેદના સાથે પરમેશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે પ્રાર્થના પરિણામ બદલી શકે છે ! રાધા કૃષ્ણ નો સંબંધ સમગ્ર વિશ્વને એ સંદેશ આપે છે કે પ્રેમ એ પૂજા ને કાબેલ છે પ્રેમની વૈશ્વિક ભાષા એક છે ‘પ્રેમ હા પ્રેમ ની આરાધના કરવાની, પ્રેમ અભિવ્યક્ત કરવાની પદ્ધતિ ભિન્ન હોઈ શકે! પણ ‘પ્રેમ એ ‘પ્રેમ છે અને પ્રેમ જ માનવીના સુખનું એક માત્ર કારણ છે! અને પ્રેમ જ્યારે આત્માની સવેદનાથી અને હૃદયની શુજ સાથે જન્મે છે.

ત્યારે તે ‘અમર થઈ જાય છે માટે જ જ્યારે બે હદય અને આત્મા વચ્ચે પ્રેમ થાય છે ત્યારે તેઓને એકબીજા માટે ક્યારેય કોઈ ફરિયાદ હોતી નથી આ છે ‘પ્રેમ’ ધર્મ, જાતિ, કોમ ની સાથે ઈશ્વરના ન્યાયને સંબંધ નથી ફક્ત ‘કર્મ સાથે ઈશ્વરના ન્યાય સંબંધ છે એ રીતે પ્રેમ ની સંવેદનાને ધર્મ, કોમ, જ્ઞાતિ, જાતિ સાથે કોઈ સંબંધ નથી.

‘પ્રેમ એ વ્યક્તિ જાેઈને નહીં આત્મા ની સુંદરતા અને હૃદયની સ્વચ્છતા જાેઈને થાય એ પ્રેમ સાચો પછી માનવી ગમે તે ધર્મ કે જાતિનો હોય! ‘આતંકવાદને નાબૂદ કરવો હોય તો માનવજાતમાં પ્રેમનો દિપક પ્રગટાવો પડશે માનવી, માનવી વચ્ચે માનવતા ત્યારે સર્જાય જ્યાંરે માનવીમાં પ્રેમ ની સાચી સમજ ઊભી થાય પ્રેમથી ભાગવાથી નહીં પ્રેમનો આત્મસાત કરી શકે એ જ આ ધરતી પર સ્વર્ગ રચી શકે!! અને આતંકવાદમાં જાેડાતા કેટલાક લોકોને પ્રેમ અને માનવતાની સમજ અપાય છે

ત્યારે અનેક કટ્ટરવાદીઓ દ્વારા શસ્ત્રો હેઠા મૂકી દેવાના દાખલા નોંધાયેલા છે માટે આતંકવાદ ની નાબૂદી નો ઈલાજ પણ પ્રેમ અને માનવતા છે!! કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય ઉમદા ભાવનાઓને કાયદાથી કચડવાનો પ્રયત્ન એ દેશના બંધારણની કલમ ૧૪ ૧૯ અને ૨૧ના ભંગ સમાન છે

માટે તો સરકાર અને પોલીસે કરેલા ‘પ્રેમ સંબંધ ના કેસો સુપ્રીમ કોર્ટમાં ટકતા નથી એક વાત સરકાર ચલાવતા નેતાઓએ અને કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસતંત્રે સુપ્રીમકોર્ટના એક નહિ ૯ ન્યાયાધિશોની કુલ બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું છે કે ‘રાજ્ય જીવન કે સ્વતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્ય પ્રદેશ વ્યક્તિના જીવન કે વ્યક્તિ સ્વાતંત્ર પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે!!

તો બીજી બાજુ કુદરતે સારસ પક્ષીની ની જાેડી બનાવી પ્રેમનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે મા ‘માદા કે નરમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું પણ પોતાની ડોક મરડીને તરત જ મૃત્યુ પામે છે આને શું સમજવું?!

અહીંયા ડાબી બાજુની તસ્વીરમાં પ્રથમ એવા કપલની તસ્વીર છે તેમની વચ્ચે પ્રેમ થયા બાદ યુવકને અકસ્માતે લકવા થઈ ગયો છતાં, પ્રેમ કરનાર યુવતીએ લગ્ન કર્યા એ જાેડીની બોલતી તસવીર છે.

જ્યારે બીજી તસવીર પાકિસ્તાનના સંસદ અમીરલિયાકતની છે જેની સાથે ૧૮ વર્ષની યુવતી સાયદાને પ્રેમ થઈ ગયો છે! ત્રીજી તસ્વીર પ્રેમ કરનાર ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની છે તેઓ હિન્દુ મુસ્લિમ વિધિ નહીં પણ પરંપરાગત વિધિથી લગ્ન કરનાર છે!! જયારે ચોથી તસ્વીર અરીફ્બાનું અને તેના પતિ અમીરખાન પઠાણની છે.

જેને પોતાની પત્નીની ઘર કંકાસ માં ઘરમાં જ હત્યા કરી નાખી છે પાંચમી તસ્વીર સુરતની ગ્રીષ્મા વેકરીયાની છે તેની ફેનીલે જાહેરમાં હત્યા કરી નાખી અને બધા જ જાેતા રહી ગયા!! અને તાજેતરમાં કેટલાક યુવકો પણ ‘પ્રેમમાં હતાશ થઈને રિવરફ્રન્ટમાં કૂદી પડ્યા છે!!

ત્યારે સવાલ એ થાય છે કે આત્મા શુજ વગરના અને પ્રેમમાં બેવફાઈ સાથે બનતી ઘટનાઓ પછી સમાધાન કરી થતા પ્રેમ વિહોણા સંબંધો સમાજમાં કેટલા ગંભીર પરિણામો લાવી શકે છે! પરંતુ અત્રે એ નોંધનીય છે કે બક્ષ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘હૃદય જેટલું બોલે છે પરમેશ્વરે એનાથી વધુ કઈ સાંભળતા નથી

જાે તમારું હૃદય મુગું હોય તો પરમેશ્વર અવશ્ય ‘બેરા હશે!! પ્રેમની સંવેદના હંમેશા માનવીના જીવનને સફળ બનાવવા બનાવે છે એટલે કે પ્રેમ આત્માનો અને હદય નો હોવો જાેઈએ.  (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા મુસ્કાન દ્વારા)

એમર્સન નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘માનવીનું હૃદય જ્યાં સુધી શ્રી પરમાત્મા નું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં શ્રી પરમાત્મા તેને મળશે નહીં!! જ્યારે લોન્ગફેલો કહે છે કે ‘‘રૂમાલ આંખના આંસુ લૂછે છે, જ્યારે પ્રેમ એ આંસુનું કારણ લુછે છે!!

‘પ્રેમની ભાવના નું અદભુત સર્જન કરીને ભગવાને આ ધરતી પર સ્વર્ગ નું સર્જન કરવા પ્રયત્ન કર્યો! પરંતુ માનવજાતે તેની સમજ મુજબ તેમનું અર્થઘટન કરીને ‘પ્રેમની જ હત્યા કરી નાંખી છે! અને આજે રોજ બરોજ પત્નીની હત્યા કરવાના, પ્રેમમાં ડબલ ઘોડા પર સવારી કરવા ના, આત્મહત્યા કરવાના, સમય સાથે સંબંધો કરમાઈ જવાના બનાવો વધતા જાય છે!

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે આવી સમસ્યાનો ઇલાજ સરકાર પાસે કે પોલીસ પાસે હોઈ શકે છે પરંતુ સરકાર વૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રીઓ ની મદદ લઇ કાયદા ઘડતી નથી અને પોલીસતંત્ર માને છે કે તેમનું કામ એફ આઈ આર કરવા સુધીનું છે ત્યારે વધતી જતી ગંભીર સમસ્યાનો ઉકેલ શું ??!

Copyright © All rights reserved. | Developed by Aneri Developers