Western Times News

Latest News from Gujarat India

નવાબ મલિક મંત્રી રહેશે,રાજીનામું સ્વીકારવું જાેઈએ નહીંઃ સંજય રાવત

મુંબઇ, દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક રાજીનામું આપશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ધરપકડના કલાકો પછી, શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્‌વીટ કર્યું કે નવાબ મલિકાનું રાજીનામું સ્વીકારવું જાેઈએ નહીં. ઈડીએ દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ કરી છે.

મલિકના કાર્યાલયે એક ટિ્‌વટમાં જણાવ્યું છે કે ઈડીના અધિકારીઓ આજે સવારે તેમના (મલિક) નિવાસસ્થાને આવ્યા હતા અને તેમના વાહનમાં તપાસ એજન્સીની ઓફિસ ગયા હતા.તા. ટ્‌વીટમાં કહેવામાં આવ્યું છે કે મલિક ‘ના ડરેંગે, ના ઝુકેગે .

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ઈડીના અધિકારીઓ મલિકને પૂછપરછ માટે તેમના ઘરેથી લઈ ગયા. રાઉતે કહ્યું, ‘મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે તે આખો દેશ જાેઈ રહ્યો છે.

આ રાજકીય અને કાયદાકીય લડાઈ છે. શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર માટે આ એક પડકાર છે. કેન્દ્રીય એજન્સીઓ માફિયા જેવા ભાજપના રાજકીય હરીફોને નિશાન બનાવી રહી છે જેઓ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે. પરંતુ સત્યનો વિજય થશે અને લડાઈ ચાલુ રહેશે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers