Western Times News

Gujarati News

દીકરીનું એક્ટિંગ કરિયર બનાવવામાં માતા છેતરાઈ

ફેસબૂક દ્વારા મહિલાનો સંપર્ક થતા રૂપિયા આપ્યા હતા-સુરત સાઈબર ક્રાઈમ દ્વારા આરોપી મહિલાની શોધખોળ

સુરત,  સુરતમાં વધુ એક છતરપિંડીની ઘટના બની છે કે જેમાં મહિલાને લાલચ આપીને ૩.૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટનામાં કતારગામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં છેતરપિંડી કરનારી ગેંગ હોવાની શંકા છે અને તેમાં એક મહિલાની સંડોવણી હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

હવે આ કેસમાં તપાસ બાદ જે વિગત સામે આવશે તેના આધારે નવા ખુલાસા થઈ શકે છે. તોરલ નાવડિયા નામની મહિલા સાથે છેતરપિંડી કરનારી ગેંગ દ્વારા રૂપિયાના બદલામાં તેમની ત્રણ વર્ષની દીકરીને સીરિયલ અને ફિલ્મમાં રોલ અપાવવાની વાત કરી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે ફેસબૂકના માધ્યમથી તેઓ આરોપીના સંપર્કમાં આવ્યા હતા.

પોલીસે તોરલની સાથે થયેલી છેતરપિંડીના ગુનામાં નિધિ કપૂર અને સૌરવ શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધી છે. તોરલ હીરાના વેપારીની પત્ની છે. છેતરપિંડીની ઘટના ૭ જાન્યુઆરીએ બની હતી અને આ પછી નિધિ અને સૌરવે અલગ-અલગ રીતે તોરલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આમ રૂપિયા પડાવી લીધા પછી પણ દીકરીને એક્ટિંગ ઓફર નહોતી આપવામાં આવી.

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નિધિ કપૂરના ફેસબૂક પેજ પર એક્ટિંગમાં કરિયર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નિધિ કપૂરે પોતાના પેજ પર શેર કરેલા નંબરના આધારે તોરલે સંપર્ક કર્યો હતો. શહેરની સાઈબર ક્રાઈમ પોલીસે જણાવ્યું છે કે, “ફરિયાદીએ પોતાની ત્રણ વર્ષની દીકરીનું એક્ટિંગમાં કરિયર બનાવવા માટે સંપર્ક કર્યો હતો.

જેમાં માલુમ પડ્યું કે આરોપી મહિલાનો તોરલે સોશિયલ મીડિયા પેજ દ્વારા સંપર્ક કર્યો હતો. આ પછી આરોપી મહિલા નિધિ દ્વારા સતત અલગ-અલગ રીતે તોરલ પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન નિધિએ શંકા રાખ્યા વગર આરોપી મહિલાની માગણી પ્રમાણે શંકા રાખ્યા વગર રૂપિયા પૂરા પાડ્યા હતા.

જાેકે, પોતે જે કામથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્ફર કર્યા હતા તે પૂર્ણ ન થતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.

પોલીસે વધુમાં જણાવ્યું કે, તોરલની દીકરીને એક્ટિંગની કોઈ તક ના મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માન્યું હતું. પોલીસે આરોપી મહિલા નિધિના ફેસબૂક પેજ અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.