Western Times News

Gujarati News

યુક્રેનનો ખેડૂત રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો

કીવ, યુક્રેનમાં રશિયાના આક્રમણનો પાંચમો દિવસ છે. પાંચમા દિવસે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેંસ્કીએ પોતાની સ્પીચમાં રશિયાના સૈનિકોને પોતાની જાન બચાવવા અને યુક્રેન છોડીને જતાં રહેવા માટેની સલાહ આપી છે.

બીજી બાજુ યુક્રેનના પ્રેસિડેન્ટે એમ પણ કહ્યું છે કે, રશિયા સામેની લડાઈમાં જેલમાં બંધ કેદીઓ કે જેઓને આર્મીનો અનુભવ હશે તેઓને રશિયા સામેની લડાઈ માટે મુક્ત કરી દેવામાં આવશે. બીજી બાજુ યુક્રેનમાં રશિયાની ટેંકો ઈંધણને કારણે બંધ પડી ચૂકી હોવાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વચ્ચે બીજાે એક રમૂજી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ખેડૂત બંધ પડેલી રશિયાની ટેંકને પોતાના ટ્રેક્ટર વડે ખેંચીને લઈ જાય છે અને આ દરમિયાન એક સૈનિક તેની પાછળ-પાછળ દોડે છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ ખેડૂતની ભારોભર પ્રશંસા કરી રહ્યા છે.

યુક્રેનમાં ઓસ્ટ્રિયાના રાજદૂત ઓલેઝેન્ડર સ્કર્બાએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર ખેડૂતનો આ વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં જાેઈ શકાય છે કે, એક ખેડૂત પોતાના ટ્રેક્ટર વડે રશિયાની ટેંકને ખેંચીને લઈ જઈ રહ્યો છે. જ્યારે રસ્તા પર એક વ્યક્તિ ટ્રેક્ટરની પાછળ-પાછળ દોડી રહ્યો છે અને ટ્રેક્ટરને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઓસ્ટ્રિયાના રાજદૂતે વિડીયો શેર કરતાંની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, જાે આ સાચું હશે તો, કદાચ આ પ્રથમ એવી ટેંક હશે કે જેને એક ખેડૂત ચોરીને લઈ ગયો હશે. યુક્રેનના લોકો ખુબ જ ટફ છે. ઉલ્લેખનીય છે કે, જાેતજાેતામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

આ વિડીયો સાચો છે કે ફેક તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. પણ સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વિડીયોને જાેઈને હસી-હસીને લોથપોથ થઈ રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ કરતાં લખી રહ્યા છે કે, આશા રાખીએ કે આ વિડીયો સાચો હોય. કેમ કે, રશિયાના આક્રમણના આટલા દિવસો બાદ આ વિડીયોને કારણે મારા ચહેરા પર હાસ્ય રેલાયું છે.

આ ઉપરાંત થોડા દિવસો અગાઉ પણ સોશિયલ મીડિયામાં લડાઈનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રશિયાની એક ટેંક ડીઝલ ખતમ થઈ જવાને કારણે રસ્તાની બાજુમાં બંધ પડી હતી. આ સમયે કારમાં સવાર યુક્રેનના નાગરિક દ્વારા બંધ પડેલી ટેંકની આગળ ઉભા રહેલાં રશિયાના સૈનિકોને કહ્યું હતું કે, શું હું તમને રશિયા સુધી ધક્કો મારી આપું. આ વિડીયોએ પણ સોશિયલ મીડિયામાં અનેક લોકોને હસવા માટે મજબૂર કર્યા હતા અને સાથે-સાથે જંગ વચ્ચે પણ યુક્રેનના લોકોના જૂસ્સાના વખાણ કર્યાં હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.