Western Times News

Gujarati News

ગોધરામાંથી છ મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા ના ભુરાવાવ વિસ્તારમાં આવેલી ઝુલેલાલ સોસાયટી ના રહેણાંક મકાનમાં થી પાના-પત્તા વડે હારજીત નો જુગાર રમતી છ મહીલાઓ ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી હતી

આ મહીલાઓ અનીતા લાલવાણીના મકાનમાં જુગાર રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગઈ હતી પોલીસે સ્થળ પરથી રૂ.૧૫ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ છ મહીલાઓ ની ધરપકડ કરી શહેર બી ડીવીઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે ગોધરા ના ભુરાવાવ વિસ્તારમાં આવેલી ઝુલેલાલ સોસાયટીમાં પાના-પત્તા વડે હારજીત નો જુગાર રમાઈ રહ્યો છે જે બાતમી મુજબ પોલીસે ઝુલેલાલ સોસાયટીમાં રહેતા અનિતાબેન નરેશભાઈ લાલવાણીના રહેણાંક મકાનમાં રેડ કરતા સ્થળ પરથી છ ખાનદાની મહીલા જુગાર રમતા પોલીસ ના હાથે ઝડપાઈ હતી.

પોલીસે દાવ પરથી રૂ.૭૯૬૦ કબ્જે લીધા હતા છ મહિલા ની અંગઝડતી દરમ્યાન પોલીસ ને રૂ.૭૧૧૦ મળી આવ્યા હતા પોલીસે કુલ મળી રૂ.૧૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈને ઝડપાયેલી મહીલાઓ ના નામઠામ પુછતા પોતાનું નામ (૧) અનીતાબેન નરેશકુમાર મંગારામ ઉર્ફે ગંગારામ લાલવાણી રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા,(૨) રીનાબેન વિનોદકુમાર બંસીલાલ ખત્રી રહે,મકાન નં.૮૩-રામનગર સોસાયટી ગોધરા,

(૩)દિપાલીબેન જીતેન્દ્રભાઇ ગેઇમલ ગંજયાણી રહે,જુનાબસ સ્ટેશન બેંક પાછળ ગોધરા,(૪) સુલોચનાબેન તીરથદાસ નારણદાસ ભાગવાણી રહે,ગણેશ બેકરીની બાજુમાં પાવર હાઉસ ગોધરા,(૫) સુધાબેન ગોપાલસિંહ નાનુસિંહ રાઠોડ રહે, મકાન નંબર-૫ અંકલેશ્વર મહાદેવ સોસાયટી ઝાફરાબાદ (૬) પુષ્પા બેન વાસુદેવ પરશોતમદાસ ઉદલાણી રહે,ઝુલેલાલ સોસાયટી ગોધરા,નાઓની પોલીસે ધરપકડ કરી હતી અને જુગાર અનિતા લાલવાણી

પોતાના આર્થિક લાભ માટે બહાર થી મહિલાઓને ભેગી કરી પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે પોલીસ ના રંગેહાથ ખાનદાની મહિલાઓ જુગાર રમતા ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો પોલીસે ઝડપાયેલી છ મહીલા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.