Western Times News

Gujarati News

ફિલ્મ આદિપુરુષ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિલ્વર સ્ક્રીન પર ૩ડીમાં રિલીઝ થશે

મુંબઇ, દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. નિર્દેશક ઓમ રાઉતે પોતાના ટિ્‌વટર પર ફિલ્મ આદિપુરુષની રિલીઝ ડેટ શેર કરતા કહ્યું કે આ ફિલ્મ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિલ્વર સ્ક્રીન પર ૩ડીમાં રિલીઝ થશે.

આવી સ્થિતિમાં, આ વર્ષે ફિલ્મની રિલીઝની રાહ જાેઈ રહેલા ચાહકોને આંચકો લાગ્યો છે. આદિપુરુષ ફિલ્મ આ વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને કારણે મેકર્સે રિલીઝ ડેટ બદલવાનો ર્નિણય કર્યો હતો. રિપોર્ટ્‌સ અનુસાર, પ્રભાસની આ ફિલ્મનું બજેટ ૩૫૦ થી ૪૦૦ કરોડ રૂપિયાની વચ્ચે છે.

જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આદિપુરુષને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવે છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં જાેવા મળશે જ્યારે સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જાેવા મળશે. કૃતિ સેનન આ મહાકાવ્યમાં સીતાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે અજય દેવગનને ફિલ્મમાં લંકેશનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો પરંતુ તે કોઈ નેગેટિવ પાત્ર ભજવવા માંગતા ન હતા. તેણે રાવણનું પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી અને ઓમ રાઉતની રામાયણ આધારિત આદિપુરુષમાં રામની ભૂમિકા ભજવવા માટે વધુ ઉત્સુક હતા. હવે અહેવાલ છે કે તે આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યો છે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પ્રભાસે ફિલ્મ આદિપુરુષ માટે ૧૫૦ કરોડથી વધુ ફી લીધી છે. પ્રભાસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પૂજા હેગડેની સાથે રાધે શ્યામ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના દિગ્દર્શક કેકે રાધાકૃષ્ણ કુમાર છે.

સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આદિપુરુષ સિવાય તે વિક્રમ વેધા ફિલ્મમાં જાેવા મળશે. તે ૨૦૧૭ની એક્શન થ્રિલર ફિલ્મ વિક્રમ વેધાની રિમેક છે. આ ફિલ્મમાં સૈફ એક કોપના રોલમાં અને રિતિક રોશન ગેંગસ્ટરની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.