Western Times News

Gujarati News

કિસાન આંદોલન સાથે જોડાયેલા ૧૭ કેસ પરત લેવાની મંજૂરી

Files Photo

નવી દિલ્હી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલેલા કિસાન આંદોલન દરમિયાન નોંધાયેલી ૧૭ ફરિયાદને દિલ્હી સરકારે આજે પરત લેવાની મંજૂરી આપી દીધી છે. તેમાં એક કેસ પાછલા વર્ષે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા સાથે પણ જાેડાયેલો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની ઓફિસ તરફથી ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈનને ૩૧ જાન્યુઆરીએ મોકલેલા મામલા સંબંધિત ફાઇલને સોમવારે કાયદા વિભાગની સલાહ બાદ મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે નવેમ્બર ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન નોંધાયેલા કેસમાંથી ૧૭ પરત લેવાનો ર્નિણય કર્યો છે. તેમાં લગભગ ૨૦૦-૩૦૦ પ્રદર્શનકારીઓ અને ૨૫ ટ્રેક્ટરોને લાહોરી ગેટ દ્વારા લાલ કિલ્લા પહોંચવાનો મામલો પણ સામેલ છે, જેના કારણે ટિકિટ કાઉન્ટરો અને સુરક્ષા તપાસ સાધનોને નુકસાન થયું હતું.

આ સિવાય ૧૫૦-૧૭૫ ટ્રેક્ટરો પર સવાર થઈને ઉત્તર પ્રદેશના લોનીથી દિલ્હીમાં પ્રવેશ કરનાર કિસાનો વિરુદ્ધ ઉત્તર-પૂર્વી દિલ્હીના જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે તે કિસાનોએ પોલીસકર્મીઓના કાર્યમાં વિઘ્ન પાડ્યું અને તેના પર હુમલો કર્યો હતો.

મોટા ભાગના કેસ દિલ્હીના સિંધૂ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ એક વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલન દરમિયાન કોવિડ-૧૯ નિયમો અને દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સાથે સંબંધિત હતા.

તમને જણાવી દઈએ કે આંદોલનકારી કિસાનોએ સંસદ દ્વારા પસાર કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરતા નવેમ્બર ૨૦૨૦માં દિલ્હીની સરહદો પર આંદોલન શરૂ કર્યુ હતું. મોદી સરકાર તરફથી કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા બાદ કિસાનોએ ડિસેમ્બર ૨૦૨૧માં આંદોલન સમાપ્ત કરી દીધુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.