Western Times News

Gujarati News

માનવીના જીવવાના અધિકારના સ્વતંત્રતાનું નેતૃત્વ કરતા અમેરિકાએ ગંભીર બનવું પડશે!

મહાસત્તાઓ વચ્ચે વિચારધારા અને સલામતી માટેના વૈચારિક યુદ્ધમાં યુક્રેનનો ભોગ લેવાઈ ગયો? અને સમગ્ર વિશ્વ આર્થિક સંકટમાં મુકાઈ ગયું?!

ભારતની વિદ્યાર્થીઓ વતી ગુજરાતની વિદ્યાર્થીનીએ ભારત સરકારને અપીલ કરી ‘અમને બચાવો’ તો આન્ધ્રપ્રદ્દેશ ના મુખ્યમંત્રી એ પોતાના રાજ્યના વિદ્યાર્થીઓને યુક્રેન થી લાવવા નો પૂરો ખર્ચો આપવાની જાહેરાત કરતા અંતે વડાપ્રધાને યુક્રેનથી વિદ્યાર્થીઓ ને લાવવા પૂરો ખર્ચો કેન્દ્ર સરકાર આપશે તેવી જાહેરાત સાથે ઓપરેશન ગંગા હાથ ધર્યું?!

તસવીર ડાબી બાજુ થી યુક્રેન ના પ્રમુખ ઝેલેન્સકી ની છે જેમણે એટલાન્ટિક મહાસાગર ને કાંઠે આવેલા દેશો જે નાટો ને નામે ઓળખાય છે આ નાટોના લશ્કરના ટ્રેનિંગ સેન્ટર ને યુક્રેનમાં ઊભું કરવાની તૈયારી દર્શાવતા યુક્રેનમાં આ સમસ્યા સર્જાઈ છે! બીજી તસવીર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ની છે

તેમણે યુક્રેનમાં નાટોના લશ્કરના ટ્રેનિંગ સેન્ટર સામે ઉગ્ર વાંધો છે તેમનું એવું માનવું છે કે યુક્રેન ની આ હરકત થી રશિયાની બોર્ડર સામે ખતરો પેદા થયો છે! અને રશિયા પોતાની સલામતી ને ખતરામાં મૂકવા માંગતુ નથી એમ કહીને યૂક્રેન પર ત્રાટકતા આ યુદ્ધ થી ભારે તબાહી સર્જાઇ છે!! અને જાનહાની થઇ છે!

એટલું જ નહીં બે રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધમાં વચ્ચે પડનારે ભયાનક પરિણામો ભોગવવા પડશે એવી ચેતવણી સાથે રશિયા એ મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. પોતાનું વર્ચસ્વ યુક્રેનમાં પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રખાશે એવા સંકેતો મળી રહ્યા છે! ત્રીજી તસ્વીર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની છે

જેમણે યુક્રેન ની અપીલ પછી રશિયાના પ્રમુખ સાથે ટેલિફોન પર વાતચીત કરી ને રશિયાના પ્રમુખ ને યુદ્ધ નો માર્ગત્યજી દેવા અને વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલવા અપીલ કરી છે!! અને આશરે ૨૦૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે!

પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શ્રી મોદીની અપીલ પછી કોઈ વિધેયાત્મક પરિણામલક્ષી કોઈ ર્નિણય કર્યો નથી!! જયારે ચોથી તસ્વીર અમેરિકાના પ્રમુખ જાે બાઇડેનની છે તેમણે વિશ્વજાેગ પોતાનું ખાસ નિવેદન આપીને તથા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપીને રશિયા પર દૂરગામી અસર નીપજાવનારા આર્થીક પ્રતિબંધો લાદી ને નાટો ના જૂથ નુ નેતૃત્વ કરતા અમેરિકા એ ગંભીર સંકેતો આપ્યા છે અને નાટો ના કેટલાક દેશો યુક્રેન ના ટેકા માં શસ્ત્રો મોકલી રહ્યા છે પરંતુ લોકશાહી બચાવવા અમેરિકા એ નેતૃત્વ કરવું જાેઈએ એવું આજે કેટલાક નુ માનવું છે

નીચેની તસ્વીર ગુજરાતની ભારતીય યુવતીની છે જે ભારત સરકાર ને અપીલ કરી રહી છે કે ભારતીય વિદ્યાર્થીઓની જિંદગી કીમતી છે સરકાર વિદ્યાર્થીઓને બચાવવા તાત્કાલિક પગલાં ભરે! આ સંજાેગો માં આન્ધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી એ પોતાના રાજ્ય ના વિદ્યાર્થીઓ ને યુક્રેન થી લાવવા પૂરો ખર્ચો આપવાની જાહેરાત કરતા,

તુરંત જ ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ યુક્રેન થી વિદ્યાર્થીઓ ને લાવવા નો પૂરે પૂરો ખર્ચો આપવાની જાહેરાત કરી છે!!! ડાબી બાજુની બીજી તસ્વીર બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોન્સનની છે ત્રીજી તસ્વીર ફ્રાન્સના પ્રમુખ અમ્યુંનલ મેક્રોનની છે ચોથી તસ્વીર જર્મનીના વડાપ્રધાન અન્જેલા મર્કેલ ની છે કે છે

પાંચમી તસ્વીર કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોની છે આ તમામ રશિયાના હુમલાને માનવતા અને સ્વાતંત્ર્ય વિરોધી ગણાવીને વખોડી નાખ્યા છે અને કેટલાક પ્રતિબંધો લાધ્યા છે! નાટોના આ સભ્યો છે જેમાં ૩૦ થી વધુ દેશો તેમાં જાેડાયેલા છે નાટો ની સ્થાપના ૧૯૪૯માં બીજા વિશ્વયુદ્ધ પછી થઇ છે અને આ દેશોએ નાટો નુ લશ્કર બનાવ્યું છે જ્યારે કોઈ પણ નાટો ના દેશ પર હુમલો થાય ત્યારે નાટો નુ લશ્કર લડશે આવી બાહેધરી અપાઈ છે!

આ સંજાેગોમાં યુક્રેને જાે નાટો નુ લશ્કરી થાણું સ્થાપવું હતું તો પ્રથમ નાટોના સભ્ય બનવાની જરૂર હતી! અને લોકશાહી, માનવ અધિકાર, નાગરિક સ્વાતંત્ર્ય ની રખેવાળી કરવાનો દાવો કરતા આ દેશોએ ફક્ત પોતપોતાની રીતે આર્થિક પ્રતિબંધો રશિયા સામે લાદે તેનાથી તાત્કાલિક યુક્રેનની આઝાદી બચવાની છે ખરી?!

અત્રે એ નોંધનીય છે કે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ ૧૯૧૪-૧૮ માં ફાટી નીકળ્યું હતું! વિશ્વમાં આર્થિક પરિસ્થિતિ કથળતા ૧૯૩૯થી ૪૫માં બીજું વિશ્વ યુદ્ધ થયું હતું! બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા ના પ્રયત્ન થી નાટો નુ જૂથ અસ્તિત્વ માં આવ્યુ હતું યુરોપના દેશોએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરી છે તેમની તાકાત પણ મોટી છે!

ત્યારે અમેરિકા લોકશાહી સ્વાતંત્રની રક્ષા કરવાનું થતું હોવાનો દાવો કરે છે યુકેન ભલે નાટોનુ .સભ્ય ના હોય નાટોના દેશોએ તથા યુરોપિયન સમૂહના દેશોએ અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીએ શબ્દોનો વાસ્તવિક અમલ કરવો જાેઈએ અમેરિકા પ્રમુખ જ્હોન કેનેડીએ કહ્યું હતું કે ‘‘મારા અમેરિકન બાંધવો તમે મને એ ના પૂછો કે અમેરિકા તમે શું કર્યું તમે પૂછશો કે તમે અમેરિકા માટે શું કરશો તમે મને પૂછ્યું કે તમે અને હું સમગ્ર માનવજાતના સ્વતંત્ર માટે શું કરીશું”!! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

યુક્રેને ભારતને યુદ્ધ અટકાવવા અપીલ કરી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પુતીનને યુદ્ધ અટકાવવી મંત્રણાના ટેબલ પર આવવા અપીલ કરી પણ પુતીન ના માન્યા?!

અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે ‘‘હું જગતનો સમ્રાટ બનવા કરતા મારા ખેતરનો માલિક બનવાનુ વધુ પસંદ કરીશ’’!! અમેરિકાના માનવ અધિકારના કર્મશીલમાર્ટીન લ્યુથર કીગે કહ્યું છે કે ‘‘માણસજાત યુદ્ધ પર પૂર્ણવિરામ નહિ મૂકે તો યુદ્ધ માનવજાત પર પૂર્ણવિરામ મૂકી દેશે”!!

રશિયાએ પોતાની સલામતી માટે અને સોવિયત રશિયાના વિસ્તૃતીકરણ માટે યુકેન પર કરેલા હુમલામાં અનેક માનવજીવનની હત્યા થઈ છે અને હજુ દુનિયામાં કોરોના ની કળ વળી નથી ત્યાંરે રશિયાનું આ પગલું વૈશ્વિક આર્થિક સંકટ ઊભું કરશે એવું રાજકીય મુસ્સદ્દીઓનું માનવું છે

આ પરિસ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયા ના રાષ્ટ્રપતિ ને યુદ્ધમાં માર્ગ લેવા ટેલિફોન કરીને કરેલી અપીલની રશિયાને તાત્કાલિક કોઈ અસર થઈ નથી તો બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે વધુ કડક આર્થિક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી અને નાટોના દેશો સંયુક્ત પગલા લેશે તેની જાહેરાત પણ કરી છે પરંતુ યુક્રેનની આઝાદી બચાવવા કોઈ નક્કર પગલા ન લેવાતા માનવજાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે

અમેરિકાના પ્રમુખ અને નાટો એ અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા પણ રશિયા અને ચીન ની એક વિચારધારા છે ત્યારે ખાલી આર્થિક પ્રતિબંધો કામ આવશે? અને વૈશ્વિક લોકશાહી દેશની એકતા વગર વિશ્વમાં લોકશાહી વિચારધારા ટકશે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.