Western Times News

Gujarati News

જેસપોર ગામે LCBની રેઈડ દરમ્યાન વિદેશી દારુ ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ગામેથી ભરુચ જિલ્લા એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી.તે દરમ્યાન બાતમી મળી હતીકે ઝઘડીયા તાલુકાના જેસપોર ગામે અનિતાબેન રમેશભાઈ વસાવા નામની મહિલા તેમના ઘરે દારુનું વેચાણ કરે છે.એલસીબી ની ટીમે જેસપોર ગામે બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા આ મહિલા સ્થળ ઉપર હાજર મળી આવેલ,

પોલીસે તપાસ કરતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો મળી આવી હતી.આ રેઈડ દરમ્યાન એલસીબી ભરુચે ભારતીય બનાવટના વિદેશી દારુની રુ. ૮૪૦૦ ની કિંમતની નાનીમોટી કુલ ૫૭ બોટલો કબજે લીધી હતી.

દારુના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મહિલાએ પોલીસને જણાવ્યું હતુકે નેત્રંગ તાલુકાના ઝોકલા ગામના સુરેશભાઈ રામુભાઈ વસાવા પાસેથી આ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો મેળવ્યો હતો.જેસપોર ગામેથી મળી આવેલ વિદેશી દારુ સંદર્ભે એલસીબી ભરુચે અનિતાબેન રમેશભાઈ વસાવા રહે.જેસપોર તા.ઝઘડીયા

અને સુરેશભાઈ રામુભાઈ વસાવા રહે.ઝોકલા તા.નેત્રંગ જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.ભરુચ જિલ્લા એલસીબી દ્વારા ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર વિદેશી દારુ ઝડપાતો હોઇ તાલુકામાં દારુ વેચતા બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હોવાનું જાણવા મળ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.