Western Times News

Gujarati News

ચોરીના ટાયર ખરીદનાર સુરતના ૩ શખ્સોની ધરપકડ

૧૧૪ નંગ ટાયર કબ્જે કરવામાં આવ્યાં

અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી કન્ટેનરમાંથી ૧૦ લાખ ઉપરાંતના ટાયર અને ટ્યુબની ચોરી થઈ હતી. આ મામલામાં શહેર પોલીસે કન્ટેનરના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન પોલીસે ચોરીના ટાયર ખરીદનાર સુરતના ૩ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે ચોરીના ટાયર ખરીદનાર સુરતના ૩ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઉત્તર પ્રદેશનો ટ્રકચાલક રમેશલાલ યાદવ અને ક્લીનર ગત

તા.૨૫મી જાન્યુઆરીના રોજ બોમ્બે હરિયાણા રાડે લાઈસન્સ ટ્રાન્સપોર્ટું કન્ટેનર લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલ એમઆરએફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર અને ટ્યુબ મળી ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યો હતો

તે દરમ્યાન ગત તા.૩૧મી જાન્યુઆરીના રોજ ટ્રાન્સપોર્ટની હેડ ઓફિસથી આશિષ શર્માએ સુરત ટ્રાન્સપોર્ટની ઓફિસના કર્મચારી શરદ શશીકાંત મિશ્રાને ફોન કરી ટ્રક બલેશ્વર ખાતે આવેલ સહયોગ હોટલમાં હોવાનું સાથે ચાલકનો ફોન બંધ આવતા શરદ શશીકાંત મિશ્રાને તપાસ કરવાનું કહેતા તેઓએ બ લેશ્વરને

ત્યારબાદ કામરેજ ટોલનાકા પાસે તપાસ કરતાં ૩૦મી જાન્યુઆરીએ ટ્રક પસાર થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓએ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા સુધી તપાસ કરી હતી.

અંકલેશ્વર આગળ નહીં ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાદ કર્મચારીને ટ્રક અંકલેશ્વરની રાજપીપલા ચોકડી તરફ હાઈવેની બાજુમાં સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલ તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું.

આ મામલામાં પોલીસે ટાયરો ખરીદનાર સુરતમાં રહેતા મુકેશ વણઝારા, શંકર વણઝારા અને લાખા વણઝારાની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી ૧૧૪ નંગ ટાયર કબ્જે કરી ટ્રકચાલક અને ક્લીનરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.