Western Times News

Gujarati News

“ભાભીજી ઘર પર હૈ”માં નવા અનિતા ભાભી તરીકે આ અભિનેત્રીની એન્ટ્રી થશે

Vidisha-Srivastava &TV Mumbai

ભારતીય ટેલિવિઝન મોટા ભાગના પરિવારોમાં મનોરંજનનો સ્રોત અને અનેક રોચક અને મનોરંજક પાત્રોનું ઘર બની ગયાં છે, જેમણે દર્શકોના મનમાં વિશેષ સ્થાન જમાવી દીધું છે. એન્ડટીવી પર મનોરંજક કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં આવું જ એક વહાલું પાત્ર ગોરી મેમ, અનિતા ભાભી છે.

અને હવે દર્શકોને શોમાં આઈકોનિક અનિતા ભાભીના પાત્રમાં સુંદરી વિદિશા શ્રીવાસ્તવ ટૂંક સમયમાં જ જોવા મળશે. વિદિશા શ્રીવાસ્તવ હિંદી, તેલુગુ, કન્નડ, તમિળ, મલયાલમમાં ફિલ્મો અને ટેલિવિઝન શોમાં તેની બેજોડ અભિનય શક્તિ અને અદભુત પરફોર્મન્સ માટે જાણીતી છે.

ઉદ્યોગમાં વિદિશાની એન્ટ્રી વિશે જોરદાર ચર્ચા છે અને વિદિશા શોમાં નવી અનિતા ભાભી તરીકે પ્રવેશ કરી રહી છે ત્યારે તેનું આવું કંઈક કહેવું છે. વિદિશા કહે છે, “ભારતના અત્યંત વહાલા પાત્રમાંથી એક અનિતા ભાભીનું પાત્ર મને ભજવવા મળ્યું તે માટે ભારે રોમાંચિત છું અને ગૌરવની લાગણી થાય છે.

આ શોમાં મનોરંજક પાત્રો છે અને હાસ્યસભર વાર્તાને કારણે હું હંમેશાં તે જોતી આવી છું. એક દિવસ તેનાં મુખ્ય પાત્રમાંથી એક ભજવવા મળશે એવી મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આ ખરેખર યાદગાર અવસર છે. હું આ મોટો જનાધાર ઝીલવા અને સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધ

અને પ્રતિભાશાળી કલાકારો આસીફ શેખ, રોહિતાશ ગૌર અને શુભાંગી અત્રે સાથે કામ કરવા માટે ભારે રોમાંચિત છું. મારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા માટે અને મને આ સુંદર તક આપવા માટે સંજય અને બિનાયફર કોહલીજીની હું આભારી છું. મારી આસપાસના બધા જ, ખાસ કરીને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વાત જાણવા મળી ત્યારથી તેમની ખુશીનો કોઈ પાર નથી. ”

અનિતા ભાભીના પાત્ર વિશે બોલતાં વિદિશા કહે છે, “આઈકોનિક પાત્ર ભજવવાનું ક્યારેય આસાન નથી, કારણ કે દર્શકો કલાકાર અને પાત્ર પ્રત્યે અમુક લગાવ ધરાવે છે. જોકે હું આ જવાબદારી મનઃપૂર્વક ઉઠાવવા માટે તૈયાર છું. અનિતા ભાભી સમકાલીન છે અને આજની નારી છે. તે પોતાના મનનું કરવામાં માને છે અને બહુ બોલ્ડ છે.

તે વિશ્વાસ રાખે તેની પડખે રહે છે અને આસાનીથી તેને કોઈ ઝુકાવી નહીં શકે. દેખીતી રીતે જ તે બહુ ગ્લેમરસ છે અને કોઈને પણ મોહિત કરી શકે છે. આથી નવી અનિતા ભાભીને જરૂર જુઓ, કારણ કે તે મનોરંજન, ગ્લેમર અને મોજના વધારાના તડકા સાથે ટૂંક સમયમાં જ તમારા ટેલિવિઝન સ્ક્રીન પર ધમાલ મચાવવા સુસજ્જ છે. મને ખાતરી છે કે દર્શકો પણ તેટલી જ રોમાંચિત છે અને મારી પર ભરપૂર પ્રેમ કરશે અને ખુલ્લા હાથે તેમની નવી અનિતા ભાભીને આવકારશે. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.