Western Times News

Gujarati News

વકીલ-યુવકને રૂમમાં પૂરીને પીઆઈએ ફટકાર્યાનો આક્ષેપ

અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ દર્શનસિંહ બારડ પર વકીલ અને અરજદારને રૂમમાં બંધ કરીને ફટકાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર છેતરપિંડીના એક કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલને સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા ત્યારે કોઈક વાતે દલીલ થતાં જ દર્શનસિંહે વકીલ અને યુવકના મોબાઈલ બહાર મૂકાવી એક રૂમમાં બંધ કરી દીધા હતા અને કથિત રીતે માર મારતા મામલો ઉચ્ચે પોલીસ અધિકારીઓ સમક્ષ પહોંચ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર વકીલ અને અરજદારને માર માર્યાનો મેસેજ પોલીસ કંટ્રોલરૂમાં પહોંચતા ઉચ્ચ અધિકારીએ પીઆઈને ભંયકર રીતે ખખડાવ્યા હતા અને છેવટે દર્શનસિંહે માફી માંગીને સમાધાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વિગતો એવી છે કે, મંગળવારે યુવક સાથે વકીલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવ્યા હતા.

પીઆઈ પર આક્ષેપ છે કે, તે દરમિયાન પીઆઈએ વકીલનો મોબાઈલ ઓફિસની બહાર મૂકાવ્યો હતો અને અરજદારના નિવેદન વખતે વકીલ હાજર રહેતા પીઆઈએ બોલાચાલી કરીને ઝઘડો પણ કર્યો હતો. ત્યારબાદ પીઆઈએ તેમના સ્ટાફને કહ્યું કે, વકીલ વધારે ડાહ્યા થાય છે તમે દરવાજાે બંધ કરો સર્વિસ કરવી પડશે તેમ કહીને વકીલ અને અરજદારને ફટકાર્યા હતા.

પીઆઈની દાદાગીરીના પગલે વકીલે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો જેના પગલે ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓએ પીઆઈને ઠપકો આપીને જાતે જ મામલો થાળે પાડવા આદેશ કર્યો હતો.

જેથી પીઆઈએ દર્શનસિંહ બારડે વકીલ અને તેના અરજદાર સાથે માફી માંગીને સમાધાન કર્યું હતું! ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સ્વીટી પટેલ મર્ડર કેસની તપાસ પીઆઈ દર્શનસિંહ બારડને સોંપાઈ હતી.

જેમાં વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા બાદ આ કેસની દરેક કડીને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. પીઆઈ દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના ૧૦ માણસનો સ્ટાફ અને ૫ મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા અને તપાસ કરતા કેસના મહત્વના પુરાવાઓ મળ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.