Western Times News

Gujarati News

રશિયા પાસે છે, ટીસાર પરમાણુ બોમ્બ 2 લાખ સ્કે. ફૂટ તબાહ કરી શકે છે

ટીસાર બોમ્બથી પ્રભાવિત થતો વિસ્તાર 18.6 સ્કે. કિલોમીટર જેટલો માનવામાં આવે છે,  યુક્રેન 5.80 લાખ સ્કે. કિલોમીટરમાં ફેલાયેલું છે. 

(પ્રતિનિધિ) નવી દિલ્હી, સમગ્ર વિશ્વ અત્યારે યુક્રેન- રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે ચિંતિત હોવાની સાથે ફફડી રહયુ છે આ યુધ્ધમાંથી વિશ્વની મહાસત્તાઓ આમને-સામને આવી જશે અને પરમાણુ યુધ્ધ થશે તો ??

કલ્પના માત્રથી અનેક દેશોના વડાઓ ફીકરમાં મુકાયા છે. પરમાણુ યુધ્ધ માત્રને માત્ર વિનાશ નોતરે છે શું સમગ્ર વિશ્વ પરમાણુ યુધ્ધની કગાર પર આવીને ઉભુ છે ?? અમેરિકા- રશિયા જેવા દેશો પાસે એટલા પરમાણુ શસ્ત્રો છે કે એવુ કહેવાય છે કે સમગ્ર પૃથ્વી ત્રણ વખત નષ્ટ થઈ શકે છે.

એમાંય પરમાણુ શસ્ત્રોની દોડમા રશિયા નંબર વન છે તેની પાસે જે પરમાણુ શસ્ત્રો છે તે દુનિયામાં કોઈની પાસે નથી બીજા વિશ્વ યુધ્ધ વખતે જે અણુબોંબનો ઉપયોગ થયો હતો તેના કરતા ૩૦૦૦ ગણા શક્તિશાળી અણુબોંબ રશિયા પાસે છે રશિયા પાસે પ૦ મેગાટનનો TSAR BOMB છે જે અત્યંત ખતરનાક મનાય છે.

આ બોંબ એટલો વિનાશક છે કે જાે તેને કોઈપણ દેશ પર ઝીંકવામાં આવે તો ર લાખ સ્કવેરફીટ વિસ્તારનો ખાત્મો બોલાવી શકે છે. અમેરિકાએ જાપાનના હીરોશીમામાં ૧૯૪પમાં ૧પ કિલો ટનનો અણુબોંબ ઝીંકયો હતો જેમાં ર૦,૦૦૦ સ્કવેરફીટ વિસ્તારનો નાશ કરી દીધો હતો તેવી જ રીતે નાગાસાકીમાં ર૧ કિલો ટનનો બોંબ ઝીંકયો.

તેનાથી ર૦,૦૦૦ સ્કવેરફીટ વિસ્તાર સંપૂર્ણનાશ પામ્યો હતો. જાપાન પર અમેરિકાએ ઝીંકેલા અણુબોંબને કારણે હીરોશીમા- નાગાસાકીમાં આટલા વર્ષો પછી આજે પણ તેની અસર જાેવા મળે છે. રશિયા પાસે ૧૯૬૧માં બનાવેલો ટીસાર બોમ્બ છે, જે ભારે તબાહી મચાવી શકે છે.

કાળમુખા કોરોનાની અસરમાંથી હજુ વિશ્વ બહાર આવ્યુ નથી ત્યાં પરમાણુ યુધ્ધની શકયતાને કારણે વિશ્વભરમાં ચિંતા ફેલાઈ છે. રશિયા પાસે ૪૪૭૭ અણુબોંબ છે જેમાં રપ૬પ સ્ટ્રેટેજીક અને ૧૯૧ર નોન સ્ટ્રેટેજીક છે માત્ર રશિયા નહી અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ચીન, પાકિસ્તાન, ભારત સહિતના દેશો પાસે અણુશસ્ત્રો છે.

વિશ્વ યુધ્ધ થાય તો તેની અસરમાંથી કોઈ દેશ બાકાત રહી શકશે નહી અલબત્ત ભારત શાંતિપ્રિય દેશ છે તેથી તેનાથી દુર રહી શકે છે પરંતુ અત્યારે ચીન-પાકિસ્તાન ભારતના દુશ્મન થઈને બેઠા છે આપણે ઈચ્છીએ કે યુક્રેન-રશિયા વચ્ચેના યુધ્ધમાં સમાધાન થાય અને રશિયા- નાટો દેશો આમને સામને આવે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.