Western Times News

Gujarati News

અમદાવાદના રોહિત ગોર 15મી સિનિયર મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં મેન્સ ફિઝીકમાં પ્રથમ વિજેતા બન્યા 

અમદાવાદ ,  દરેક વ્યક્તિ પોતના જીવનમાં કસરતનું મહત્વ સમજે છે અને પોતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે કસરત કરવી ખુબજ જરૂરી છે. પોતાના જુસ્સાને એક કારકિર્દીમાં બદલવા બોડી બિલ્ડીંગ એક ખુબજ મોટું પ્લેટફોર્મ છે જ્યાં બોડી બિલ્ડર ખુબજ મેહનત સાથે પોતાની બોડીને એક યોગ્ય આકારમાં ઢાળીને મજબૂત બનાવે છે.

તાજેતરમાંજ બોડી બિલ્ડીંગ એસોસિએશન અમદાવાદ દ્વારા 15મી સિનિયર મિસ્ટર ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેના વિજેતા અમદાવાદના રોહિત ગોર બન્યા છે. આ સ્પર્ધામાં આશરે ૩૦ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને વિવિધ કેટેગરીમાં બોડી બિલ્ડરો દ્વારા ખુબજ સુંદર પ્રદશન કરવામાં આવ્યું હતું.

પોતે હાસિલ કરેલ ખિતાબ વિશે વાત કરતા રોહિત ગોર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, બોડી બિલ્ડીંગમાં દરેક ખિતાબ જીતવાએ મારો લક્ષ્ય હતો સતત ૮ મહિનાની મહેનતબાદ આ સ્પર્ધા મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનમાં મેન્સ ફિઝીકમાં પ્રથમનો ખિતાબ હાંસલ થયો છે જેનો મને ખુબજ ગર્વ છે.

આ સ્પર્ધામાં મારી સાથે સમગ્ર ગુજરાતમાંથી લોકો જોડાયા હતા. મારી મેહનત સાથે મને સતત મારા ગુરુ શિક્ષક શ્રી રવિ રાવલ અને આકાશ વાનખેડેનો હું ખુબજ આભાર માનું છું

જેઓએ મને આ સ્પર્ધામાં જોડાવા માટે કાબિલ બનાવ્યો અને પોતાના અનુભવને યાદ કરી મને તૈયાર કર્યો છે. હું છેલ્લા ૧૨ વર્ષથી આ ક્ષેત્રમાં જોડાયો છું.

આ મારી સૌથી પેહલી સ્પર્ધા હતી જેમાં હું પ્રથમ આવ્યો છું આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સતત ૨ વર્ષની મેહનત બાદ પણ લોકો ફેલ થતા હોય છે જયારે મેં માત્ર ૮ મહિનામાં આમાં ભાગ લીધેલ છે. જયારે મેં પ્રથમ ટ્રાયલમાં આ સ્પર્ધા પ્રથમ નંબર સાથે જીતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.