Western Times News

Gujarati News

રાજકોટના મહેન્દ્ર ફળદુને મોત માટે મજબૂર કરનાર અમદાવાદના સાત બિલ્ડર સામે ગુનો નોંધાયો

રાજકોટના કડવા પાટીદાર અગ્રણી, વકીલ મહેન્દ્ર ફળદુને મોત માટે મજબૂર કરનાર સાત બિલ્ડર સામે નોંધાયો ગુનો

રાજકોટના બે તથા અમદાવાદ ઓઝોન ગ્રુપના પાંચ સામે મહેન્દ્રભાઈના પુત્રએ નોંધાવી ફરિયાદ: સીટની રચના કરી, ચાર ટીમો દ્રારા અમદાવાદ, રાજકોટમાં આરોપીઓની શોધ: ૨૦૦૭થી ૨૦૨૨ સુધીમાં મહેન્દ્રભાઈના જમીનમાં કરોડો રૂપિયા ઓઝોન ગ્રુપે ફસાવી દીધા હતા.

રાજકોટના કડવા પાટીદાર અગ્રણી, જાણીતા એડવોકેટ, બિલ્ડર ઉપલેટાના ઝાંઝમેર ગામના વતની મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુ (ઉ.વ.૫૫)એ ગઈકાલે પોતાની ઓફિસમાં કરેલી આત્મહત્યાની, ખળભળાટ મચાવી દેનારી ઘટનામાં યુનિવર્સિટી પોલીસે મહેન્દ્રભાઈને મોત માટે મજબૂર કરનાર રાજકોટના બિલ્ડર એમ.એમ. પટેલ (મનસુખભાઈ એમ. સુરેજા),

અમિત જયમલભાઈ ચૌહાણ અમદાવાદ ઓઝોન ગ્રુપના ડિરેકટર્સ, બિલ્ડર દીપકભાઈ મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશકુમાર કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ તથા અતુલ મહેતા નામના ઈસમો સામે છેતરપિંડી–વિશ્ર્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

આપઘાત કરવા માટે મજબૂર કર્યાના આરોપસર મૃતક મહેન્દ્રભાઈના પુત્ર પ્રિયાંકની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે. તપાસ માટે ખાસ સીટની રચના કરી ચાર ટીમો બનાવી અમદાવાદ સહિતના સ્થળે આરોપીઓને પકડવા દરોડા પડાયા છે.

ફરિયાદમાં મુકાયેલા આરોપમાં મહેન્દ્રભાઈએ ગઈકાલે આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ, મોબાઈલ મેસેજ વર્ણવેલી વિગતોનો ઉલ્લેખ કરાયો છે. મહેન્દ્રભાઈ નક્ષત્ર–૩ બિલ્ડિંગમાં ત્રીજા મજલે ૨૦૪ અને ૨૦૫ નંબરની ઓફિસમાં કલ્પતરૂ પ્રોપર્ટીઝ નામે ઓફિસ ધરાવતા હતા.

મહેન્દ્રભાઈ ત્રણ ભાઈઓમાં મોટા હતા, તેમનાથી બે ભાઈ રમેશભાઈ તથા શૈલેષભાઈ નાના છે. ઓઝોન ગ્રુપના ૨૦૦૭માં અમદાવાદ જિલ્લાના બાવળાના બલદાણા ગામ ખાતે તસ્કની બીચ–સીની પાંચ લાખ વાર જમીનના પ્રોજેકટમાં મહેન્દ્રભાઈએ પોતાની ઉપરાંત નજીકના પરિવારજનો, સગા–સંબંધીઓને જમીન અપાવી રોકાણ કરાવ્યું હતું.

પ્રોજેકટના ભાગીદારો, ડાયરેકટરો એમ.એમ. પટેલ (મનસુખ સુરેજા), અમિત જયમલભાઈ ચૌહાણ તથા અતુલ મહેતા હતા. બાદમાં આ પ્રોજેકટમાં ઓઝોનગ પના અમદાવાદના દીપક મણિલાલ પટેલ (કહવા પાટીદાર સંગઠનના હોદ્દેદાર), પ્રણય કાંતિલાલ  પટેલ, જયેશ કાંતિલાલ પટેલ તથા પ્રકાશ ચંદુલાલ પટેલ જોડાયા હતા.

આ પ્રોજેકટમાં મહેન્દ્રભાઈએ પોતાની ૪૮૦૦૦ વાર ઉપરાંત ગ્રુપમાં મળી દોઢેક લાખ વાર જમીન લીધી હતી જેનું પુરું પેમેન્ટ ચૂકવી આપ્યું હતું. પેમેન્ટ થયા બાદ લાંબો સમય થવા છતાં પ્રોજેકટના ઉપરોકત સાતેય ભાગીદારો, ડાયરેકટરો દ્રારા દસ્તાવેજો કરી અપાતા ન હતા કે રકમ પણ પરત આપતા ન હતા.

મહેન્દ્રભાઈએ પોતાના થકી નાણાં રોકનારાઓને રકમ પરત આપી હતી. યારે પ્રોજેકટમાંથી રકમ પરત ન મળતા ૩૦થી ૩૩ કરોડ જેવી રકમ (અને માર્કેટ વેલ્યુએશન મુજબ ૭૦ કરોડથી વધુની કિંમત) ફસાઈ હતી.

મહેન્દ્રભાઈએ પોતાની પાસેથી ઉપરાંત અન્યત્ર રીતે રોકાણકારોને ચૂકવવાની હતી તેટલી રકમ પરત કરી. પ્રોજેકટના સાતેય વ્યકિત્રઓ દ્રારા પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે. નાણા પરત કરો અથવા દસ્તાવેજ કરી આપોની વારંવાર વીનવણી કરાતી હતી

જેની સામે આરોપીઓ દ્રારા સાચી–ખોટી પોલીસ ફરિયાદ કે દમદાટી, મંત્રીઓ, આઈપીએસ ઓફિસર્સ ભાગીદાર હોવાના, ઓફિસે બેઠક ધરાવતા હોવાના કે અંગત સંબંધો હોવાનું કહી યાં દોડવું હોય ત્યાં દોડજે કઈં નહીં કરી શક કહી ધાકધમકી આપતા રહેતા હતા.

નાણા પરત નહીં મળતા કે દસ્તાવેજો નહીં કરી આપી ધાકધમકી આપતા હોવાથી નાછૂટકે મારા પિતા મહેન્દ્રભાઈએ ઓફિસે ફાંસો ખાઈ ઉપરોકત સાતેય શખસોના ત્રાસથી આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવી છે. બનાવની ગંભીરતાને લઈને તપાસ માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ દ્રારા સીટની રચના કરવામાં આવી છે. ડીસીપી એમ.એન. જાડેજા, એસીપી દિયોરાના સુપરવિઝન હેઠળ સમગ્ર બનાવની તપાસ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.