Western Times News

Gujarati News

૯ હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહનો ખરીદવા સહાય મળશે

ગાંધીનગર, વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ભુપેન્દ્ર પટેલની સરકારે વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર પર વધુ ફોકસ કર્યુ છે. આ વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ માટે સરકારે પટારો ખોલ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં ગ્લાસગો ખાતે યોજાયેલ કોપ ૨૬ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે નેટ-ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંકોની જાહેરાત કરી છે.બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૫ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપી છે જ્યારે ૩૦ હજાર મેગાવોટના કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે.

૩ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૧૬૮૦ મેગા વોટની ક્ષમતા મેળવી રાજ્યે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી છે. વધુ સવા લાખ ઘરોને આ યોજના હેઠળ લાભ આપવા માટે ૮૨૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.સરકારી શાળા, કોલેજાે, હોસ્પિટલોના મકાનો ઉપર સોલર રૂફટોપ સ્થાપિત કરી ૧૦ મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે ૩૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.૯ હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહનો ખરીદવા સહાય આપવા માટે ૧૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.