Western Times News

Gujarati News

ભરૂચના તમામ વિસ્તારોની કચરા પેટીઓ ઘન કચરાથી ભરપુર

ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ મુદ્દે વિપક્ષીઓએ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી-જાહેર માર્ગો ઉપર જ કચરાના ઢગલાઓ રઝળતા જાેવા મળ્યા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકાની ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે વાળા સાયખા ગામની ડમ્પિંગ સાઈટના પગલે ભરૂચ નગરપાલિકા હાલતો ડમ્પિંગ સાઈડ વિનાની બની જતા સમગ્ર ભરૂચ શહેર ઘન કચરાથી વિવાદમાં ચાલી રહ્યું છે.

છેલ્લા પંદર દિવસથી ડમ્પિંગ સાઇટના વિવાદના કારણે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.ત્યારે ભરૂચ શહેરની તમામ વિસ્તારની કચરાપેટીઓ ભરપૂર થઈ જતા વિપક્ષોએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક કરી તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈડનો અંત લાવવાની માંગ કરી છે.

હાલ તો ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ વિનાની હોય તેવું કહેવું ખોટું નથી.??લાખો રૂપિયાની જમીન વાગરાના સાયખા ગામે વૈજ્ઞાનિક ઢબે ઘન કચરાના નિકાલ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો.પરંતુ ભરૂચ નગરપાલિકાની અને આવડતના કારણે વાગરાના સાયખા ગામ ની ડમ્પિંગ સાઈડ પણ વિવાદ ઊભો થતા

ભરૂચ નગરપાલિકાને કોઈપણ જગ્યાએ ઘનકચરાના નિકાલ માટે જગ્યા ન મળતી હોવાના કારણે સતત પંદર દિવસથી વિવાદમાં ચાલી રહી છે.ત્યારે સૌપ્રથમ ભરૂચના જે બી મોદી પાર્ક નજીક વાહનો ભરીને મુકતા સોસાયટીના રહીશોએ હોબાળો મચાવતા વાહનો બહાર કાઢવા પડયા હતા

અને ત્યાર બાદ પણ મુલદ ડમ્પીંગ સાઈટ ઉપર કચરાના નિકાલ માટેના પ્રયાસો કરતા ત્યાં પણ વિવાદ ઊભો થતા જીપીસીબીએ સ્થળ ઉપર નોટિસ ફટકારી હતી અને ત્યાર પછી પણ અંકલેશ્વરના અમરપરા ગામે પણ ભરૂચ નગરપાલિકા કચરા નિકાલ ના પ્રયાસ કરતા ત્યાં પણ ગ્રામજનો હોબાળો મચાવતા ભરૂચ નગરપાલિકાને ડમ્પિંગ સાઈડ માટે જગ્યા ન મળતાં સતત ભરૂચ શહેર ગંદકીથી ખદબદતું જાેવા મળ્યું છે.

ભરૂચ શહેરના સતત વાહનોથી ધમધમતા એવા વિસ્તાર અને ભરૂચ કલેકટર કચેરી નજીક જ ભૃગુઋષિ ઓવરબ્રિજ પાસે જ બે કચરાપેટીઓ ઘન કચરાથી ભરપૂર જાેવા મળી રહી છે.ક્યારે કચરાપેટીઓ એટલી ભરપૂર થઈ ગઈ છે કે કચરાપેટી માંથી સમગ્ર ઘનકચરો રોડ ઉપર હતો જાેવા મળી જશે

જેના કારણે રખડતા ઢોરો પણ કચરા પેટીમાં અડિંગો જમાવતાં જાહેર માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ત્યારે ભરૂચ નગર પાલિકા વહેલામાં વહેલી તકે ડમ્પિંગ સાઈટના વિવાદનો નિકાલ લાવે તેવી માંગ સાથે વિપક્ષોએ ભરૂચ નગરપાલિકાના નવનિયુકત સીઓ સાથે બેઠક યોજી હતી અને આગામી દિવસોમાં ર્નિણય નહીં આવે તો નાછુટકે વિપક્ષોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.