Western Times News

Gujarati News

મીયાગામ પાસેથી ૮.૭૧ર કિલો ગાંજાના જથ્થા સાથે પેટલાદનો શખ્સ ઝડપાયો

પ્રતિકાત્મક

આણંદ, વડોદરા જિલ્લા એસઓજીએ કરજણ તાલુકાના મિયાગામમાં કારમાં ૮ કિલો ૭૧ર ગ્રામ ગાંજા કિંમત રૂપિયા ૮૭,૧ર૦ સહિત કુલ રૂા.૧,૮૭,૬ર૦ના મુદ્દામાલ સાથે કાર ચાલકની ધરપકડ કરી અન્ય બે આરોપીઓ સાથે કુલ ૩ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા જિલ્લા એસ.ઓ.જીએ બાતમીના આધારે મિયાગામ ધામણજા રોડ પર દુધિયાપીરની દરગાહ પાસે કાર આવતા તલાશી કરતા કારમાંથી ગાંજાે જેનું વજન ૮ કિલો ૭૧ર ગ્રામ કિંમત રૂા.૮૭૧ર૦, ૧ મોબાઈલ કિંમત પ૦૦, કારની કિંમત ૧ લાખ

આમ કુલ મળીને રૂા.૧,૮૭,૬ર૦ના મુદ્દામાલ સાથે કારચાલક મહેબૂબ લલ્લુભાઈ પઠાણ રહે. સાહેલ પાર્ક, પાલેજ મૂળ રહે. પઠાણવાડા પેટલાદ જિ. આણંદની ધરપકડ કરી અન્ય ર આરોપીઓ ગાંજાનો જથ્થો વેચાણ આપનાર અને રાજેન્દ્ર ઉર્ફે લાલો શાંતિલાલ શાહ પરબડી ચોકડી મીયાંગામ આમ ર ઈસમોને વોન્ટેડ સહીત કુલ ૩ ઈસમો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.