Western Times News

Gujarati News

160 કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલ તૈયાર કરવાનો લક્ષ્યાંક

બે વર્ષમાં વીએસ પ૦૦ બેડની સુવિધા સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે-મેટમાં જાેડાયેલા ડોકટરોને વીએસમાં પરત લેવામાં નહીં આવે

(એજન્સી)અમદાવાદ, શહેરની શેઠ વા.સા.હોસ્પિટલ નવી ઈમારત, નવા રૂપરંગ અને પ૦૦ બેડ પથારીઓની સુવિધા સાથે સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ તરીકે આગામી બે વર્ષમાં શરૂ કરવાનો મ્યુનિ. શાસકપક્ષ ભાજપે લક્ષ્યાંક નકકી કર્યો છે. તે માટેની તૈયારીના ભાગરૂપે હોસ્પિટલની નવી ઈમારત બાંધવા માટેના ટેન્ડર ચાલુ સપ્તાહમાં બહાર પાડવામાં આવનાર છે.

દેખીતી રીતે જ વા.સા. હોસ્પિટલના વિશાળ પરીસરની જગામાં એસવીપી હોસ્પીટલ શરૂ કરાતા એવી ચર્ચાએ જાેર પકડયું હતું કે, શેઠ વા.સા. હોસ્પીટલને હવે તાળું મારવામાં આવશે. Founded in the year 1931 with an initial capital of 4 Lakhs Rs., Sheth Vadilal Sarabhai General Hospital is run by AMC.

પરંતુ ગરીબ મધ્યમવર્ગીય દર્દીઓ અને નાગરીકોના ભારે વિરોધને કારણે મ્યુનિ. શાસકોને વા.સા. હોસ્પીટલ નું જુની ઈમારતના આગના ભાગને યથાવત રાખીને આઠથી નવ માળની નવી ઈમારત બાંધીને તેને નવા સ્વરૂપે શરૂ કરવાનો નિર્ણય કરવાની ફરજ પડી છે.

આ માટે પ્રથમ ચરણમાં રૂા.૧૬૦ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. આમ તો વા.સા. હોસ્પીટલના કેટલાક વિભાગો ખાસ કરીને કાર્ડીયાક એટલે કે, હૃદયરોગના વિભાગ યુરોલોજી સહીતના વિવિધ વિભાગો બંધ કરાયા છે. તે બંધ કરાયેલા તમામ વિભાગો આ નવી હોસ્પીટલમાં શરૂ કરાશે. એટલું જ નહી હોસ્પીટલમાં અન્ય નિષ્ણાંત તબીબો-નર્સીસની નિમણુંક કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.