Western Times News

Gujarati News

ચેર્નિહાઇવમાં રશિયન સેનાએ હુમલો કરતા ૩૩ લોકોના મોત

કીવ, યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે હુમલાના પ્રથમ દિવસથી રશિયાએ ૪૮૦ મિસાઇલો છોડી છે અને યુક્રેનની સંરક્ષણ પ્રણાલીએ તેમાંથી ઘણીને તોડી પાડી છે. યુક્રેનનું કહેવું છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં તેમના ૨૦૦૦ નાગરિકો માર્યા ગયા છે.રશિયાએ યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. રશિયાએ કિવ અને ખાર્કિવ બાદ હવે ચેર્નિહાઇવને નિશાન બનાવ્યું છે. યુક્રેનિયન મીડિયા અનુસાર, ચેર્નિહાઇવમાં રશિયન એર સ્ટ્રાઈકમાં ૩૩ લોકોના મોત થયા છે. જ્યારે ૧૮ લોકો ઘાયલ થયા છે.

યુક્રેનનો દાવો છે કે રશિયાએ આ હુમલો ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારોમાં કર્યો હતો. આ હુમલામાં ૩૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૮ લોકો ઘાયલ થયા છે. હુમલામાં ઘરો, પુલ અને રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું.

ચેર્નિહાઇવ પર રશિયન એરસ્ટ્રાઇક પછી કેટલીક સેટેલાઇટ તસવીરો સામે આવી છે. તેમનામાં તબાહીનું દ્રશ્ય જાેઈ શકાય છે. ચેર્નિહિવમાં રશિયન હુમલાથી રસ્તાઓ, પુલો અને ઘરોને વ્યાપક નુકસાન થયું હતું. સેટેલાઇટ તસવીરોમાં હુમલાના સ્થળો ઉપર ધુમાડો ઉડતો જાેવા મળે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.