Western Times News

Gujarati News

છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશનના ૪પ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બની ગયો છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ, ટેક્ષ, ઈજનેર સહિતના ખાતામાં “વ્યવહાર” વિના કામો થતા નથી તે બાબત સર્વવિદિત છે. ઉચ્ચ અધિકારીઓની રહેમ-નજરના કારણો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લેઆમ રૂપિયાની માંગણી કરે છે. તથા ઓફિસમાં જ વ્યવહાર પુરા કરે છે.

કેટલાક જાગૃત નાગરીકોઓ દાખવેલી હીંમત ના કારણે મનપાના કર્મચારીઓ એ.સી.બી.ના હાથે ઝડપાયા પણ છે. ર૦૦પથી ર૦૧૮ સુધીમાં મ્યુનિ.કોર્પોરેશનના ૪પ નાના-મોટા કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે.

કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર શાહનવાઝ શેખે મનપામાં બેરોકટોક ચાલી રહેલા ભ્રષ્ટાચાર ને ઉજાગર કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં રૂપિયાના વિના કામ થતા નથી. ભ્રષ્ટાચાર મુકત શાસનની વાતો કરતા ભાજપના કાર્યકાળ દરમ્યાન “ભ્રષ્ટાચારયુકત” વહીવટ ચાલી રહયો છે.

ર૦૦પથી ર૦૧૮ સુધીમાં મનપાના ૪પ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે.
જેમાં મંજૂર, પટાવાળા, કલાર્ક ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ સીટી પ્લાનનો પણ સમાવેશ થાય છે. જન્મ-મરણ વિભાગમાં કામ કરવા માટે રૂ.ર૦૦ ની માંગણી થાય છે.

એસ્ટેટ ખાતામાં ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે રૂ.પાંચ લાખ સુધીના વ્યવહાર થયા છે. તેમજ ચીફ સીટી પ્લાનરે પણ રૂ.દસ લાખ ની માંગણી કરી હતી. તથા તેમની સાથે સર્વેબોય ને પણ લાંચ માટે પ્રોત્સાહન કર્યા હતા.
ટેક્ષ ખાતામાં ફરજ બજાવતા વોર્ડ ઈન્સ્પેકટર ઓછી આકારણી કરવા તથા પરીબળમાં ફેરફાર કરવા માટે રૂપિયાની માંગણી કરતા ઝડપાયા છે. ઈજનેર ખાતામાં પાણી અને ડ્રેનેજના ગેરકાયદેસર જાડાણો માટે રૂપિયા લેવામાં આવી રહયા છે.

ર૦૦પ-૦૬ માં ૦૧ ર૦૦૬-૦૭માં ૦૩ ર૦૦૭-૦૮માં ૦૬,ર૦૦૮-૦૯માં ૦ર, ર૦૦૯-૧૦માં ૦૩, ર૦૧૦-૧૧માં ૦ર, ર૦૧ર-૧૩ની સાલમાં૦૩, ર૦૧૩-૧૪માં ર૦૧૪-૧પમાં ૧૦, ર૦૧પ-૧૬માં ૦૬ તથા ર૦૧૮-૧૯માં ૦૭ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા હતા. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.