Western Times News

Gujarati News

સરકારનો નવતર પ્રયોગઃ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ

પ્રતિકાત્મક

ભિક્ષા નહીં પરંતુ શિક્ષા: રવિવારથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો આરંભ કરાશે

અમદાવાદ, વિદ્યાના દેવી સરસ્વતીની ઉપાસના આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સરસ્વતી ઉપાસના ગૃહ એટલે કે આજની શાળા-કોલેજાેને કહી શકાય, પરંતુ કમનસીબે સર્વ મંદિરના પગથિયા ચડી શકતાં નથી.

ઘોર ગરીબીના કારણે શહેરના ચાર રસ્તા પર ભિક્ષા માગીને પોતાનું અને પોતાના પરિવારજનનું પેટ ભરવા વિવિશ થયેલા આવા બાળકો તો સ્વપ્નમાં પણ શાળાએ જઇ ભણવાનો વિચાર કરી શકતા નથી.

જાેકે રાજ્ય સરકાર અને મ્યુનિ. સ્કૂલ બોર્ડ આવા અભાગી બાળકોના અંધકારમય જીવનમાં વિદ્યાનું આછુ-પાતળુ કિરણ રેલાવવાનો પ્રયાસ આરંભ્યો છે, જે હેઠળ રવિવારથી ભિક્ષા નહીં, પણ શિક્ષા અંતર્ગત આપણા અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે.

ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી સિગ્નલ સ્કૂલ માટે દસ વિશિષ્ટ ડિઝાઇન ધરાવતી બસ તૈયાર કરાઇ છે. અતિ ગરીબ પરિવારમાંથી આવનારા બેથી ૧૪ વર્ષના ૧૩૯ બાળકોને તંત્રે તેના અગાઉના સરવે દરમિયાન શોધી કાઢ્યા છે. ચાર રસ્તાના સિગ્નલ પર ભિક્ષા માગનારા આ ૧૩૯ બાળકોના જીવનમાં રવિવારથી મા સરસ્વતીની કૃપા વરસશે.

શહેરના શિવરંજની ચાર રસ્તા, અંધજન મંડળ ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, આરટીઓ સર્કલ, ટાઉન હોલ ચાર રસ્તા, રખિયાલ ચાર રસ્તા, સરદાર વલ્લભભાઇ પટેલ ચાર રસ્તા, બાપુનગર-વિરાટનગર ચાર રસ્તા, ઓઢવ ચાર રસ્તા અને નિકોલ ચાર રસ્તા – જેવા ચાર રસ્તા પર ભિક્ષા માગનારા બાળકોને ભણાવવા તંત્ર તાજેતરમાં પતિ માસ રૂ.૧૫૦૦૦ના પગારે દસ શિક્ષક અને રૂ.૧૦ હજારના પગારે દસ સહાયક શિક્ષકને ૧૧ મહિના માટે નિમણૂક આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.