Western Times News

Gujarati News

ગ્રામિણ મહિલાઓએ કંપની બનાવી, આત્મનિર્ભર બની

મમતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રાયબલ વિસ્તારના કાર્યોને બિરદાવતા કલેકટર આનંદ પટેલ

પાલનપુર, અમીરગઢ તાલુકાના વાઘોરીયા ગામે નાબાર્ડના સહયોગથી આદિવાસી બહેનો માટે બનેલ ગોડાઉનનું બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના હસ્તે ઉદઘાટન થયું હતું.

ગામડાંની નિરક્ષર બહેનોની પોતાની કંપની હોય ? તો મોટાભાગના લોકો કહે ના. ના હોય પરંતુ કેમ ન હોય, હોય.. આ વાતને સાર્થક કરી છે ઉત્તર ગુજરાતના છેલ્લા આઠ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલી એક સંસ્થાએ મહીલા સશકિતકરણની મિસાલ કહી શકાય

તેવા મમતા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક કુસુમબેને રાજગોરે અમીરગઢ તાલુકાના અંતરીયાળ ગામડામાં આદિવાસી બહેનોના આર્થિક સામાજીક વિકાસ માટે સેવાયજ્ઞ આદર્યો છે. તેમના દ્વારા સ્થાપીત મમતા ચેરીટેબલ ટ્રસ્ટે આદિજાતી બહેનોના સશકિતકરણ અને ગ્રામીણ મહીલાઓના ઉત્થાન માટે આજીવીકા ઉભી કરવાના ભાગરૂપે નાબાર્ડની મદદથી વામા ફાર્મસ પ્રોડયુસર કંપનીની રચના કરી છે.

આ કંપની બનાસકાંઠા જીલ્લાના આદિજાતી બાહુલ્ય ધરાવતા વાઘોરીયા ગામમાં આવેલી છે. જેના ગોડાઉનનું આજે બાનસકાંઠા કલેકટર આનંદ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આ વિસ્તારની બહેનોની પોતાની માલીકીની કંપની બનાવવી એ બહુ મોટી વાત છે.

તેમણે કહયું કે, બહેનોના કંપનીની માલીક બનવાથી તેમનો આત્મવિશ્વાસ અને હોસલ બુલંદ બન્યો છે. અમે પણ સારા ધંધા-રોજગારના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી શકીએ છીએ. કલેકટરે જણાવ્યું કે, સ્ત્રી એ કુટુંબ અને સમાજની ધરી છે. સ્ત્રીઓ આગળ આવશે તો સમાજ આપોઆપ પ્રગતીના સોપાનો સર કરશે.

મમતા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત રાજયના અને મધ્યપ્રદેશમાં કાર્યરત છે. વર્ષ ર૦૧૩ થી બનાસકાંઠાના દાંતીવાડા અને અમીરગઢ તાલુકામાં શિક્ષણ આરોગ્ય કૃષિ પર્યાવરણ અને લાઈવલીહુડ આજીવીકાના સ્ત્રોતનું સર્જન કરવું માં ક્ષેત્રમાં કાર્યરત છે. વીમા કંપનીમાં ડિરેકટર સહિત સભ્યો પણ આદિવાસી મહીલાઓ જ છે. કંપનીની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થયાં છે. અને હાલમાં કંપનીમાં ૩૪૦ સભ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.