Western Times News

Gujarati News

આ શહેરમાં BRTS બસમાં આખું વર્ષ માત્ર 1000 રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે

હવે માત્ર ૧૦૦ રૂપિયામાં આખો મહિનો સુરત ફરો

સુરત, સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો ર્નિણય લેવાયો છે. હવેથી માત્ર ૧૦૦ રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તો સાથે જ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.

એટલે કે માત્ર ૧૦૦ રૂપિયામાં આખો મહિનો સુરતમાં ગમે ત્યાં ફરી શકાશે. સુરત પાલિકા દ્વારા આ ખાસ ઓફર આપવામાં આવી છે. પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને આ રાહત આપવામાં આવી છે. જેનો લાભ વિદ્યાર્થીઓ અને સિનિયરી સિટીઝન વર્ગને થશે.

સુરત પાલિકાની આ પ્રકારની ઓફિસથી બસની સુવિધાથી પર્યાવરણની જાળવણીની સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટાડવા પ્રયાસ કરાશે. જાેકે લોકોની આ રાહતમાં પાલિકાની તિજાેરી પર બોજાે પડી શકે તેવી શકયતા પર સેવાઇ રહી છે.
ઓફરમાં શું શું ઃ ૧૦૦ રૂપિયામાં આખો મહિનો મુસાફરી, ૩૦૦ રૂપિયામાં ૩ મહિના મુસાફરી, ૬૦૦ રૂપિયામાં ૬ મહિના મુસાફરી, ૧ હજાર રૂપિયામાં એક આખુ વર્ષ મુસાફરી, બજેટમાં જાહેરાત, એસટી બસમાં વિદ્યાર્થીઓને મફત પાસ.

તાજેતરમાં રજૂ થયેલ ગુજરાતના ૨૦૨૨-૨૩ ના વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ કે, રાજ્યમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી જી્‌ બસમા ફ્રીમાં મુસાફરી કરી શકશે.

એસ ટી. વિભાગની એકસપ્રેસ, ડિલક્ષ, સુપર ડિલક્ષ બસમાં વિદ્યાર્થીઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. રાજ્યના ૧૧ લાખ વિદ્યાર્થીઓને સરકારની આ જાહેરાતનો લાભ થશે. મહત્વનું છે કે, હાલમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરના પાસ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સસ્તા દરે જી્‌ બસમાં મુસાફરી કરી શકે છે.

ત્યારે હવે સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરી છે. આગામી મહિનાથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો ર્નિણય કરાયો છે. હાલમાં ૧૫૭૫ સિટી બસ, ૧૪૦ બીઆરટીએસ બસ અને ૪૯ ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડે છે. જેમાં ૨૫૦ બસ વધારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.