Western Times News

Gujarati News

ડમ્પર ચાલકોના મેળાપીપળામાં સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી આચરતું હતું કૌભાંડ

દહેજ પોલીસે ૨૧ ટન કોલસો અને વાહનો મળી કુલ ૩૮.૩૭ લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના ૫ આરોપીઓને પકડયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાંથી પોલીસે સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાડ પકડી પાડી રૂપિયા ૩૮.૩૭ લાખના મુદ્દામાલ સાથે ૫ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સાઈ મંદિર સ્થિત સન બંગલોઝમાં રહેતો જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ કેટલાક ઈસમો સાથે દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાં અદાણી એંટરપ્રાઈઝ માંથી કોલસો ભરી લઈ જતી ટ્રકોમાંથી કોલસો ચોરી કરે છે.

જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે ડમ્પર નંબર જીજે ૧૬ એવી ૪૦૪૧ માંથી જે.સી.બી મશીન વડે કોલસો ભૂકી ભરતા હતા.

દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૨૧ ટન સ્ટીમ કોલસો અને ૮૮ ટન કોલસાની ભૂકી અને ડમ્પર, ફોર વ્હીલ ગાડી તેમજ ૫ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૮.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.કોલસા કૌભાંડમાં જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ,

મુકેશ મહેન્દ્ર પૂજારા,મનસુખ હાપલીયા અને ડમ્પર ચાલક કિશનસિંહ દશરથસિંહ ગૌડ તેમજ બડેબાબુ અશરફી પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

પોલીસે કોલસા અંગે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતાં આ કોલસો અદાણી એંટરપ્રાઈઝ માંથી જાેલવા સ્થિત ફિલાટેક્ષ કંપનીમાં ખાલી કરવા નીકળતા ડમ્પર ચાલકોનો સંપર્ક કરી કાવતરું કરી સગેવગે કરવામાં આવતું હોવાનું જણાવ્યુ હતું.દહેજ પોલીસે ઝડપાયેલ પાંચેય ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.