Western Times News

Gujarati News

વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે સરદારધામ દ્વારા ખાસ કાર્યક્રમ

રાજકોટ, ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હોવાથી સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વીની મહિલાઓનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે

નારી શક્તિને બળ પુરું પાડવા અને આજના યુગમાં નારી દરેક ક્ષેત્ર માટે કામ કરી શકતી હોય તેને પ્રોત્સાહન આપવા માટે સરદારધામ મહિલાઓ માટે ખૂબ સારું કામ કરે છે તો મહિલાઓને પ્રોત્સાહન આપવા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાના નેજા હેઠળ સરદારધામ યુવા તેજસ્વીની બહેનો દ્વારા ઉજવણી ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, બોમ્બે, રાજકોટ, જુનાગઢ, ધ્રોલ અને જસદણ ખાતે આ કાર્યક્રમો થવાના છે રાજકોટમાં હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રમાં જાેડાયેલી સમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

રાજકોટના પાટીદાર મહિલા સોશિયલ ગ્રુપ એકઠા થઈ એક યુનિટીની ભાવનાથી બધા મહિલાઓને એક પ્લેટફોર્મ નીચે ભેગા કરી આ ઉજવણી કરવામાં આવશે તેના માટે સરદાર ધામ યુવા તેજસ્વીની શર્મીલાબેન બાંભણિયા, સૌરાષ્ટ્ર ઝોન યુવા તેજસ્વીની સરોજબેન મારડિયા અને જાગૃતીબેન ધાડીયાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કન્વીનરો અનીતાબેન દુધાત્રા અને ભાવનાબેન રાજપરા, આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે

આ કાર્યક્રમમાં વકતા નેહલબેન ગઢવી વચ્ર્યુઅલ જાેડાશે સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યામાં મહિલા અને યુવતીઓ જાેડાય તેવું એક યાદીમાં જણાવ્યું હતું. કોરોનાના આ મહામારીના સમય પછી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાૃયક્રમનું આયોજન કરવામાં આવેલ છે

તો પાટીદાર મહિલાઓને પોતાનો કાર્યક્રમ ગણી મોટી સંખ્યામાં જાેડાવાનું આહ્યન કરેલ છે. કાૃયક્રમના અંતે સરદાર પ્રસાદનું પણ આયોજન કરેલ છે કાર્યક્રમ ૮ માર્ચ, મંગળવાર સમય, ર થી પ રાખેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.