Western Times News

Gujarati News

હું કીવમાં છું અને કોઈનાથી ડરતો નથી, યુદ્ધ જીતીશું ત્યાં સુધી ક્યાંય નથી જવાનોઃ ઝેલેન્સ્કી

કિવ, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી અવારનવાર એવી અટકળો સામે આવે છે કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે. આ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ભવનથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે હું અત્યારે કીવમાં છું અને કોઈનાથી ડરતો નથી. જ્યાં સુધી આ યુદ્ધ જીતી નહીં જઈએ હું ક્યાંય નથી જવાનો.

કીવ-યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એવી અફવા ઉડી હતી કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કી દેશ છોડીને પોલેન્ડ ભાગી ગયા છે. આ પહેલા પણ આ પ્રકારની અટકળો શરુ થઈ હતી.

ઝેલેન્સ્કીએ આ અટકળો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ભવનમાં ફરતા હોય તેવો પોતાનો એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું કે, હું રાજધાની કીવમાં જ છું અને કોઈનાથી ડરતો નથી. હું કોઈ બંકરમાં પણ નથી છુપાયો અને ત્યાં સુધી કીવમાં હાજર રહીશ જ્યાં સુધી દેશભક્તિ વાળા આ યુદ્ધને જીતવા માટે જરૂરી હશે.

વોલ્દોમીર ઝેલેન્સ્કીએ આ વીડિયો શેર કરીને માત્ર પોતાની જનતાને જ નહીં, રશિયાને પણ સંદેશ આપ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ રાજધાની કીવમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનના કૉરિડોરમાં રાતના સમયે પોતે જ એક વીડિયો રેકોર્ડ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રશિયાન આર્મીએ રાજધાની કીવને ચારે બાજુથી ઘેરી લીધી છે અને તે સમયે ઝેલેન્સ્કીએ દુનિયા સમક્ષ આ વીડિયો રજૂ કર્યો છે. ઝેલેન્સ્કીએ દેશ છોડીને જવાની ઓફર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે યુક્રેનના લોકોને આશ્વાસન આપ્યું કે તેઓ અને તેમના સહયોગી રાજધાની કીવમાં જ રહેશે.

ઝેલેન્સ્કીએ વીડિયોની સાથે કહ્યું કે, સોમવારે સાંજે આ અમારી ઓફિસ છે. આપણે હંમેશા કહીએ છીએ કે સોમવારનો દિવસ ઘણો મુશ્કેલ હોય છે. અમારા દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. માટે હવે અમારા માટે પ્રત્યેક દિવસ સોમવાર છે. હું અત્યારે કીવમાં બરકોવામાં હાજર છું. હું કોઈનાથી ડરતો નથી. હું યુદ્ધ જીતીશું ત્યાં સુધી અહીંયા જ રહીશ.

ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કીએ આ પહેલા પણ કહ્યુ હતું કે યુક્રેનની જનતા સાથે અત્યાચાર કરનાર પ્રત્યેક વ્યક્તિથી તે બદલો લેશે. ઉલ્લેખનીય છે કે રશિયન આર્મીએ ગઈકાલે કીવ, ખારકીવ, સુમી અને મારિયુપોલમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોન દ્વારા યુક્રેનના કેટલાક શહેરોમાં વર્તમાન સ્થિતિને જાેતા રાષ્ટ્રપ્રમુખ પુતિનને ફોન પર કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.