Western Times News

Gujarati News

બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી છલાંગ લગાવી

પાલનપુર, બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે એબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા પરથી અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બનાસ મેડિકલ કોલેજમાં મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરી આપવાના હતા ત્યારે પાટીલના આગમન પૂર્વે વિદ્યાર્થીના આપઘાતની ઘટના બની છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ સુરતના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મ દિવસની કેક કાપવાના ૩૦ મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

પરિવારે જણાવ્યું હતું કે, બે વર્ષથી આર્થિક ભીંસમાં હતા. બીજી બાજુ ટીબીની બીમારીમાં સપડાયા હતા. ૨૪ મહિનામાં ત્રણથી ચાર વાર પરિવારને ઘર બહાર કાઢી દરવાજાે બંધ કરી દેતા હતા. ૩૦ મિનિટ બાદ ખોલી દેતા હતા.જાે કે આ વખતે તેઓએ આપઘાત કરી લીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.