Western Times News

Gujarati News

કોવિડના કેસોમાં મોટો ઘટાડો જાેવા મળતાં ફેબ્રુઆરીમાં જાેબ એક્ટિવિટીમાં ૩૧% નો વધારો

મુંબઈ, અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં પાછલા વર્ષની સરખામણીએ મજબૂત રિકવરી સાથે ફેબ્રુઆરીમાં દેશમાં ભરતી પ્રવૃત્તિઓમાં ૩૧ ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રોજગાર પ્લેટફોર્મ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘જાેબસ્પીક’ ઇન્ડેક્સ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન નવી ભરતીની વિગતો ગયા વર્ષના સમાન મહિનામાં ૨,૩૫૬ થી વધીને ૩,૦૭૪ થઈ ગઈ છે.

Naukri.comના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયલે જણાવ્યું હતું કે, ‘ઓટોમોટિવ અને સંલગ્ન ક્ષેત્રોમા  લાંબા સમય બાદ સુધારો જાેવા મળી રહ્યો છે. તે જ સમયે, અન્ય મુખ્ય સંગઠિત ક્ષેત્રોમાં વૃદ્ધિ સમાન રહી છે. તેના આધારે એમ કહી શકાય કે નોકરી શોધનારાઓની ભાવના અને આત્મવિશ્વાસ બંને મજબૂત હોય છે.

રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૧ની સરખામણીમાં ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન વીમા ક્ષેત્રમાં નોકરીની પ્રવૃત્તિઓમાં સૌથી વધુ ૭૪ ટકા વૃદ્ધિ જાેવા મળી છે. આ પછી રિટેલ સેક્ટરમાં નોકરી સંબંધિત પ્રવૃત્તિઓમાં ૬૪ ટકાનો વધારો થયો છે. અન્ય ક્ષેત્રો કે જેમણે સતત ભરતીમાં વૃદ્ધિ નોંધાવી તેમાં આઇટી- સોફ્ટવેર/સોફ્ટવેર સેવાઓ (૪૧ ટકા), બેન્કિંગ/ફાઇનાન્સિયલ સર્વિસિસ (૩૫ ટકા), ફાર્મા (૩૪ ટકા), હોસ્પિટાલિટી (૪૧ ટકા) અને ટેલિકોમ (૨૩ ટકા)નો સમાવેશ થાય છે.

મેડિકલ/ હેલ્થકેર (૭ ટકા) અને એફએમસીજી (૪ ટકા) સેક્ટરોએ વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં હાયરિંગ એક્ટિવિટીમાં નજીવી વૃદ્ધિ દર્શાવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.