Western Times News

Gujarati News

બે વીમા કંપનીમાં હોસ્પિટલોના ૩પ૦ કરોડ સલવાયા છે: સરકાર બદનામ થઈ

ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. અને બજાજ એલાયન્સે હજુ સુધી ચુકવણી કરી નથી.

સરકારની ‘મા યોજના’ બદનામ થતાં ઓરિએન્ટલ વીમા કંપનીની હકાલપટ્ટી -વીમા કલેઈમમાં ભારે વિલંબના લીધે હોસ્પિટલો દર્દીઓને સારવાર આપતી નથી

(એજન્સી)અમદાવાદ, પીએમજેએવાય (PMJAY- Pradhan Mantri Jan Aarogya Yojna) યોજનામાં ગુજરાતની પ૦ જેટલી ખાનગી હોસ્પિટલોના છેલ્લા છ સાત મહિનાથી રૂા.૩પ૦ કરોડ સલવાયા છે. ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. (The Oriental Insurance)  અને બજાજ એલાયન્સે ( Bajaj Allianz Insurance) હજુ સુધી ચુકવણી કરી નથી. આ સ્થિતીમાં રાજયના આરોગ્ય વિભાગે આ કંપનીને પીએમજેએવાય મા યોજનામાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.

ર૮મી ફેબ્રુઆરીએ આરોગ્ય વિભાગે નોટીસ ઈશ્યુ કરી જણાવયું હતું કે, ૩૧મી માર્ચ ર૦રરથી કંપનીની સેવા સમાપ્ત થશે.
મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ (Mission Director National Health) કંપનીને આપેલી નોટીસમાં કબુલાત કરી છે કે, વીમા કંપનીને વિલંબની નીતિના કારણે સરકારની આ યોજના બદનામ થઈ છે.

કારણ કે હોસ્પીટલોએ દર્દીઓને સારવાર આપવાનું બંધ કર્યું છે. પડતર વીમા કલેઈમ ખૂબ વધી જતાં આવી સ્થિતી આવી છે. વીમા કંપનીએ રાજયમાં ૧પ દિવસમાં અને રાજય બહારના કિસ્સામાં ૩૦ દિવસની સમય મર્યાદામાં કલેઈમ અંગે નિર્ણય કરીને પેમેન્ટ ચુકવી દેવાનું હોય છે.

કરારમાં સમય મર્યાદામાં સ્પષ્ટ જાેગવાઈ છતાં ૧પ દિવસને બદલે ૬પ દિવસ સુધીનો વિલંબ થતો હતો અલબત્ત ખાનગી હોસ્પીટલોના દાવા પ્રમાણે તો છ મહિના સુધી પેમેન્ટ ચુકવાયું નથી.

ગરીબ સામાન્ય વર્ગના દર્દીઓને આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારની મા યોજના અંતર્ગત આ વીમા કંપનીને ૧પ જીલ્લાની જવાબદારી સોપવામાં આવી હતી. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભુમી દ્વારકા, કચ્છ, ભાવનગર, અમરેલી બોટાદ જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ,ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર સામેલ છે.

આ યોજનામાં વર્ષે રૂ.ર૧ર૭૭ પ્રતિ કુટુંબ પ્રિમીયમ કંપનીને ચુકવવામાં આવતું હતું. જેમાં પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો હતો. અલબત્ત, કલેઈમ પાસ કરવામાં કંપનીના ધાંધિયાના કારણે વીમા કંપનીને રાજય સરકારે ટર્મીનેટ કરવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.