Western Times News

Gujarati News

થીજી ગયેલી નદીમાં ડોગ ફસાતા પોલીસે બચાવ્યો

નવી દિલ્હી, માણસ હોય કે પશુ, વૃક્ષ હોય કે છોડ કે પક્ષી, જેમાં જીવ હોય તેના જીવનની કિંમત અમૂલ્ય છે. નાનામાં નાના અને મોટા જીવોને આ પૃથ્વી પર રહેવાનો માણસ જેટલો જ અધિકાર છે. ઘણી વખત મનુષ્ય પ્રાણીઓને દુઃખ પહોંચાડે છે, પરંતુ દુનિયામાં એવા ઘણા દિલ છે જે પ્રાણીઓની રક્ષા માટે પોતાના જીવ પર રમતા રમી જતાં હોય છે.

તાજેતરમાં જ અમેરિકામાં આવો જ એક નજારો જાેવા મળ્યો જ્યારે પોલીસકર્મીઓ એક નિર્દોષ કૂતરાને ઠંડીથી બચાવવા માટે થીજી ગયેલી નદીમાં કૂદી પડ્યા. અમેરિકાના મિશિગનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શ્વાન તેના માલિક સાથે ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તે અચાનક નદી તરફ દોડ્યો અને ખૂબ જ ઠંડી ડેટ્રોઇટ નદીમાં કૂદી પડ્યો.

આ પછી, ડોગ કોઈક રીતે બરફના મોટા ટુકડા પર ચઢવામાં સફળ રહ્યો, પરંતુ તે ટુકડો વહી ગયો અને નદીની મધ્યમાં પહોંચ્યો, ત્યારબાદ વાયંડોટ્ટે પોલીસ વિભાગે ડોગને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ, ફાયર ફાઈટર વિભાગ અને એનિમલ કંટ્રોલ વિભાગે મળીને આ કામગીરી હાથ ધરી હતી. વીડિયોમાં જાેવા મળે છે કે કૂતરો બરફના ટુકડા પર બેસીને ઠંડીથી ધ્રૂજી રહ્યો છે.

બીજી તરફ રેસ્ક્યુ ટીમનો એક જવાન પાણીમાં ઊભો જાેવા મળી રહ્યો છે. તે એક લાકડી વડે કૂતરાના પટ્ટાને પકડવાનો પ્રયાસ કરે છે અને તેના હાથમાં પટ્ટો આવે કે તરત જ તે તેને ખેંચે છે અને પછી સીડીની મદદથી હોડી પરના તેના સાથીઓને આપે છે. તે પછી કૂતરાની સંભાળ શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે વીડિયોને ૨૦ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકોએ કમેન્ટ પણ કરી છે.

એક વ્યક્તિએ લખ્યું કે રેસ્ક્યુ ટીમે શાનદાર કામ કર્યું, ખુશી છે કે કૂતરો બચી ગયો. એકે લખ્યું છે કે આવા વધુ લોકોને આ વિભાગોમાં નોકરી આપવામાં આવે જેથી તેઓ નિર્દોષ પ્રાણીઓનો જીવ બચાવી શકે. મોટાભાગના લોકોએ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ ભવિષ્યમાં પણ આવા પ્રાણીઓની મદદ કરવાનું ચાલુ રાખવું જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.