Western Times News

Gujarati News

સૌથી વધુ પ્રતિબંધ સાથે રશિયા નંબર વન પર પહોંચ્યુ

નવી દિલ્લી, યુદ્ધ વિનાશ નોતરે તે કહેવત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એકદમ સટીક સાબિત થઈ રહી છે. કેમ કે યુદ્ધના કારણે યુક્રેન તો તહેસ-નહેસ થઈ રહ્યું છે. પરંતુ સુપરપાવર રશિયાની અર્થવ્યવસ્થા પણ કડડભૂસ થવા લાગી છે. તેની વચ્ચે રશિયાએ ના પસંદ હોય તેવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને તે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધ સહન કરનારા દેશનું બિરુદ.

રશિયાને દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે.

પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આવું જ કંઈક થયું રશિયા સાથે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન જિદે ચડ્યા અને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી. પરંતુ આ શું ૧૪-૧૪ દિવસ છતાં પણ હજુ યુદ્ધનો અંત આવ્યો નથી. જેના કારણે રશિયા પાસે રહેલા તમામ સન્માન છીનવાઈ રહ્યા છે. તમામ દેશ અને સંગઠન પ્રતિબંધ લગાવી રહ્યા છે.

અને તેના નામે નોંધાઈ ગયો છે અનોખો રેકોર્ડ. રશિયા સામે દુનિયાનો કોઈ દેશ આંખ ઉંચી કરવાની હિંમત કરતો ન હતો. પરંતુ યુક્રેન સામેના યુદ્ધના કારણે આખી દુનિયામાં તેની પુતિનની ફજેતી થઈ રહી છે. તેની વચ્ચે બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર ૨૭૭૮ નવા પ્રતિબંધ લગાવ્યા છે. તેની સાથે રશિયા પર હવે ૫૫૩૦ પ્રતિબંધ લાગી ચૂક્યા છે અને રશિયાએ આ મામલે ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ છોડી દીધા છે.

જાેકે હવે રશિયા પર માત્ર ૧૦ દિવસમાં એટલા પ્રતિબંધ લાગ્યા કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને સુપરપાવર દેશ સૌથી વધારે પ્રતિબંધમાં નંબર વન દેશ બની ગયો. એક યુદ્ધના કારણે રશિયાની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. પરંતુ પુતિનને તેની કોઈ ચિંતા નથી… ત્રણ દેશના નેતાઓએ ૯ કલાક સુધી વાતચીત કરીને સમજાવ્યા છતાં પણ પુતિન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી. ત્યારે પુતિન માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત એકદમ સાર્થક સાબિત થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.