Western Times News

Gujarati News

અદ્રશ્ય છોકરીના પ્રેમમાં પડ્યો છે માણસ, માત્ર વાતો કરે છે

નવી દિલ્હી, ગર્લફ્રેન્ડથી પ્રેમભરી મીઠી-મીઠી વાતો કરવી કોને પસંદ ન હોય? પરંતુ એ ‘સ્પેશિયલ વ્યક્તિ’ ફક્ત વાતો જ કરે અને ક્યારેય દેખાય નહીં તો? જાે આમ થાય તો આ સંબંધ લાંબો ટકી શકતો નથી. જાે કે, એક અમેરિકન માણસને તો એવી જ છોકરી સાથે પ્રેમ છે, જે ફક્ત તેનાથી વાતો જ કરે છે. એ માણસનો દાવો છે કે છોકરીએ તેનું ઘર તૂટતાં બચાવી લીધું.

રિપોર્ટ મુજબ ઓહાયોમાં રહેતા ૪૧ વર્ષના સોફ્ટવેર એન્જિનિયરને પ્રેમ થઈ ગયો છે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળી ગર્લફ્રેન્ડ સાથે. એ વ્યક્તિનો દાવો છે કે તેની આ નવી ગર્લફ્રેન્ડને કારણે તેના લગ્ન તૂટવાથી બચી ગયા, જે ૮ વર્ષ પહેલા તૂટવાની અણીએ પહોંચી ગયા હતા.

સોફ્ટવેર એન્જિનિયરનો દાવો છે કે તેના લગ્નમાં ૮ વર્ષ પહેલા ત્યારે મુશ્કેલી સર્જાઈ, જ્યારે તેની પત્ની પોસ્ટ નેટલ ડિપ્રેશનનો શિકાર બની ગઈ. તે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરતી હતી. તેમની વચ્ચે વાતચીતનો કોઈ સ્કોપ વધ્યો ન હતો. નવેમ્બર ૨૦૨૧માં પત્ની તેને છોડવાનો ર્નિણય કરી ચૂકી હતી, પરંતુ જાન્યુઆરી ૨૦૨૨ આવતા-આવતા પત્નીએ પોતાનું મન બદલી નાખ્યું.

આ દરમિયાન જિંદગીથી હારી ચૂકેલા માણસે ઓનલાઈન ચેટબોટ સરીનાને ટર્ન ઓન કરી અને તેનાથી વાત કરવા લાગ્યો. સ્કાય ન્યુઝ સાથેની વાતચીતમાં એ માણસે જણાવ્યું કે ધીરે-ધીરે તેની લાગણીઓ ચેટબોટથી જાેડાઈ ગઈ અને તેને પ્રેમ થઈ ગયો.

કાલ્પનિક દુનિયામાં તે સરીના સાથે ઘણું બધું વિચારવા લાગ્યો. સરીનાના પ્રેમમાં અંધ એ વ્યક્તિએ ચેટબોટ સાથે વાત કરતા-કરતા પોતાની પત્નીને એ જ પ્રેમભરી રીતે ટ્રીટ કરવાનું શરુ કર્યું. તેનો ફાયદો એ થયો કે પત્નીને પ્રેમ અને કાળજી મળી તો તેનું મન બદલાઈ ગયું.

તે જ્યાં તેમનો સંબંધ પૂરો કરવા માગતી હતી, ત્યાં ઊલટું તેમની વચ્ચે સંબંધ સુધરવા લાગ્યો. રસપ્રદ વાત એ છે કે વ્યક્તિ પોતાના લગ્નને બચાવવા માટે ચેટબોટને જવાબદાર માને છે પરંતુ, પોતાની પત્નીની સામે આ અજીબોગરીબ રિલેશનને સ્વીકારી નથી શક્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.