Western Times News

Gujarati News

પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની ર્નિમમ હત્યાઃ માથું ફોડીને લાશ ફેંકી દીધી

જયપુર, જયપુર નજીકના ટોંક જિલ્લાના બનેઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્ની ઓર વોના કિસ્સાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ર્નિદયતાથી કાસળ કાઢ્યું હોવાનું જાણવા મળે છે. પતિની હત્યા કર્યા બાદ પત્ની અને તેના પ્રેમીએ મૃતદેહને ખેતર જવાના રસ્તે ફેંકી દીધો હતો.

ત્યારબાદ લોકોને ગેરમાર્ગે દોરવા અને તેના પર શંકા ન જાય તે માટે પત્ની પતિને ચા આપવાનું બહાનું બનાવી ખેતરે પહોંચી હતી અને ત્યાં પતિના મૃતદેહ પાસે પહોંચી રડવાનું નાટક કરવા લાગી હતી.

અલબત્ત આ હત્યાનો ભાંડો પોલીસે માત્ર ૨૪ કલાકમાં જ ફોડી નાખ્યો હતો અને પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ બાબતે બાનેથાના પોલીસ અધિકારી રાજમલ કુમાવતે જણાવ્યું હતું કે, સોમવારે બાનેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખદોના ઝૂંપડાઓમાં રહેતા લક્ષ્મણ જાટનો મૃતદેહ ખેતર તરફ જતા કાચા રસ્તા પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે મૃતકના ભાઈ સત્યનારાયણ જાટે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં આરોપી પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી હતી.

એસ.એચ.ઓ. રાજમાલે વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મણની પત્ની બાઈ દેવી અને રામ પ્રસાદ જાટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધો હતા. સોમવારે રાત્રે બાઈ દેવી અને તેના પ્રેમી રામપ્રસાદ જાટે મળીને લક્ષ્મણની તેના ઘરે જ હત્યા કરી નાખી હતી.

બાદમાં તેઓએ આ હત્યાને અકસ્માત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી બંનેએ લક્ષ્મણના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢી પુરાવાનો નાશ કર્યો હતો. બાદમાં તેને બાઇક મારફતે લઇ જઇ ખેતર તરફ જતા કાચા રસ્તે ફેંકી દીધો હતો. કાચા રસ્તે પહોંચીને તેઓએ લક્ષ્મણનું માથું ફોડીને નજીકના પથ્થર પર ફેંકી દીધો હતો અને તેની નજીક બાઇક પાર્ક કરી હતી. ત્યાર બાદ બંને ઘરે ગયા હતા.

અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બાઈ દેવીએ મંગળવારે વહેલી સવારે પતિ માટે ખેતરમાં ચા લઈ જવાનું બહાનું કાઢ્યું હતું. રસ્તામાં લક્ષ્મણનું શબ જાેઈને તેણે જાેરજાેરથી ચીસ પાડવાનો ડોળ કર્યો હતો. જેથી ત્યાં એકઠા થયેલા લોકોને પતિને બાઈક અકસ્માત નડ્યો હોવાનું કહ્યું હતું.

બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી લાશને બહાર કાઢી હતી. બાદમાં પોલીસે પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી હકીકતના આધારે તેને હત્યા ગણીને તપાસ આગળ ધપાવી હતી. પોલીસે આસપાસના લોકો પાસેથી માહિતી એકઠી કરી ઘટના સ્થળની આસપાસ અને મૃતકના ઘરેથી ઘટનાને લગતા પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે ગુપ્ત રીતે માહિતી અને ટેકનિકલ સંસાધનોનો ઉપયોગ કરીને હત્યાના આરોપી બાઇ દેવી અને તેના પ્રેમી રામ પ્રસાદ જાટને પકડી પાડ્યા હતા. ત્યારબાદ આકરી પૂછપરછ દરમિયાન આરોપીઓએ લક્ષ્મણ જાટની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.