Western Times News

Gujarati News

ચાંદખેડા ગામે પ્રતિ વરસે આસો સુદ ચૌદસે યોજાતા ગરબા અને મેળો

અમદાવાદના ઉપનગર ચાંદખેડા ગામે પ્રતિ વરસે આસો સુદ ચૌદસે યોજાતા ગરબા આ વરસે બાર ઓકટોબરના રોજ રાત્રે ૧૨ થી ૭ દરમિયાન યોજાસે. શહેરના ડીસકો ગરબાથી કંટાળેલા લોકોને લાઈન બદ્ધ ગવાતા ગરબા જોવા એ કાયમી સંભારણું બની રહેસે.

ચાંદખેડાવાસીઓમાં દીવાળી કે બેસતા નવા વરસ કરતાં ગરબાનું મહત્વ વિશેષ હોય છે. પ્રત્યેક ઘેર સાફ સુફ, ઘરને કલર કે રંગરોગાન કરવા બે બે મહિનાથી લોકો તૈયારી કરે છે. દરેકના ઘેર દાળ ભાત- લાડુ -શાકનું ભોજન હોય છે. દરેકના ઘેર આખી રાત મહેમાનોની અવર જ્વર હોય છે. ચાંદખેડાના વતની બહાર ગામ રહેતા હોય તો પણ ગરબાના દીવસે ગામમાં આવતા હોય છે.

 ગરબાની માહિતી આપતાં ગામના વતની મનહરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે છેલ્લા ૧૦૮૦  વરસથી શ્રી બ્રહ્માણી માતા- ગામના તોડાની માતા કહેવાય છે, તેના ગરબા થાય છે. ગામમાં આવા  કડવા અને લેઊઆ પટેલ વિભાગ એમ બે ગરબા થાય છે. રાત્રે ૧૨ કલાકે ગામના નાયક બંધુઓ -ભવાઈ કલાકારોની સ્તુતિ કરે પછી ગરબાની શરૂઆત થાય છે.

ગરબા ઈકો ફરેનડલી હોય છે,પરયાવરણને કોઈ નુકસાન થતું નથી, જુવારના સાંઠા અને કાગળના ૨૫-૩૦ ફૂટ ઊંચા ગરબાને વીજળીથી ફરતા રાખવામાં આવે છે, ગરબાને આખી રાત દીવડાં ઓથી સુશોભિત કરાય છે. આ ગરબાની ફરતે બહેનો અને ભાઈઓ લાઇનથી ગરબા ગાય છે. સવારે ૭ વાગે ગરબાને વિદાય આપવામાં આવે છે. ગરબાને ૨૦/૨૫ માણસોની જરુર પડે ઉંચકી બ્રહ્માણી મંદિર લાવવા માટે, વિદાય સમયે વાતાવરણ ગમગીન બની જાય છે અને સૌ આવતા વરસના ગરબાની આંતરતા પૂર્વક રાહ જુએ છે.

ગામમાં દીકરા દીકરીના સગપણ માટે ગામના રહીસો ગરબાના દીવસને શુકનનંતો માને છે,અને સગાઈ માટે મુલાકાત ગોઠવવામાં આવે છે. આ દીવસે ગાંધીનગર જિલ્લાના અંબાપુર અને રાંધેજા ગામમાં આ જ પ્રકારના ગરબા યોજાય છે. રાત્રિ મેળો પણ યોજાય છે, ગરબા અને મેળાને માણવા આવતા વિશાળ જનસમુદાય ઉમટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.