Western Times News

Gujarati News

ગોધરા પાલિકાના સફાઇ કામદારોના પગાર તેમજ પેન્શનરોના બાકી રહેલા પેન્શન ચુકવવા કલેકટરને રજુઆત

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નગર પાલિકાના સફાઈ કામદારોના નિયમિત પગાર , પેન્શન આપવામાં આવે . ૭૦ કાયમી કામદારોના પગાર માંથી કપાત તેમજ પુરા પગારમાં લેવામાં આવે . ૩૬ કામદારોની ભરતી કરવી તેમજ પી.એફ.ના નાણાં જમા કરવા બાબતે સામાજીક કાર્યકર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી ૭ દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે .

ગોધરા નગર પાલિકાના સફાઈ કામદારો છેલ્લા ચાર માસનો પગાર બાકી નીકળતો હોય પેન્શન કર્મચારીઓ , છેલ્લા પાંચ માસનું પેન્શનનું ચુકવણું કરવામાં આવ્યું નથી . કર્મચારીઓને પગાર નહી મળતાં ધર પરિવાર ચલાવવું મુશ્કેલ બન્યું છે . પેન્શનર કર્મચારીઓ વયોવૃધ્ધ હોય અને પેન્શનર ઉપર જીવન ગુજારતા હોય ત્યારે પાંચ મહિના સુધી પેન્શન ચુકવવામાં આવ્યું નથી .

પરિણામે આવા માત્ર પેન્શન ઉપર નભતા પરિવારો કફોડી સ્થિતીમાં મુકાયા છે . ગોધરા પાલિકામાં ૭૦ કાયમી સફાઈ કામદારોના પગાર માંથી કપાત થાય કુલ પગારમાં લેવામાં આવે પાંચ વર્ષ પુરા થતા પુરા પગારે કર્મચારીને ગણવાના હોય સફાઈ કામદારોને ૬ વર્ષ જેવો સમયગાળો થયો હોવા છતાં પુરા પગારની કાર્યવાહી કરાઈ નથી . તે કરવામાં આવે પાલિકાને મળેલ મંજુરી મુજબ ૩૬ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે . વર્ષ ૨૦૧૬ થી આજદિન સુધી બાકી પી.એફ. પાલિકા ભંડોળમાં જમા છે .

તે બાબત ખોટી છે . પી.એફ.ના નાણાંની ઉચાપત કરવામાં આવે તેના નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક કાર્યકર કમલેશ ચૌહાણ દ્વારા પંચમહાલ કલેકટરને લેખિત રજુઆત કરી ૭ દિવસમાં પગાર અને પેન્શનની રકમ ચુક્વવામાં આવે તેવી માંગ મુકવામાં આવી છે . ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરવાની ચિમકી ઉચ્ચારી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.