Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાની વેરા વસુલાત માટે બાકીદારો સામે લાલ આંખ: એક મિલ્કત સીલ કરાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલી માટે સિલિંગ કામગીરી હાથધરી પઠાણી ઉઘરાણી કરતા રૂપિયા ૧૨ લાખ થી વધુની વસુલાત કરાઈ હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ચ માસ માં બાકી પડતા મિલકત વેરા સહિત ના અન્ય વેરો ભરવામાં નિરસતા દાખવતા મિલ્કત ધરકો સામે લાલ આંખ કરવામાં આવી છે.ભરૂચના દુકાનદારો તેમજ મિલકત ધારકો ના બાકી નીકળતા વેરાઓની ઉઘરાણી માટે ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ભરૂચ શહેરની હદ વિસ્તારમાં આવેલ દુકાનદારોના બાકી નીકળતા વ્યવસાય વેરા સહિતના વેરા ઉઘરાણીની કડક ઉઘરાણી ભરૂચ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.બાકી વેરાધારકો પાસેથી તાત્કાલિક વેરા વસુલાત કરવામાં આવી હતી જેમાં રૂ.૧૨ લાખ ની ઉઘરાણી એક જ દિવસ માં થઈ ગઈ હતી.દુકાનદાર વેરો ન ભરે તો દુકાનની સિલિંગ પ્રક્રિયા પણ કરવામાં આવતી હતી.જેમાં એક મિલ્કત સીલ કરવામાં આવી હતી.

ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી દશરથ ગોહિલના જણાવ્યા રાજ્ય સરકાર દ્વારા બાકી વેરા ધારકો માટે પ્રોત્સાહક વળતર યોજના અમલ માં મુકવામાં આવી છે. જે અંતર્ગત બાકી વેરાધારકો માર્ચ મહિનાના અંત સુધીમાં બાકીવેરો ભરપાઈ કરશે તેને પેનલ્ટી તથા નોટીસ ફી માફ કરવામાં આવશે.તેમજ ૧૦ ટકા વળતર આપવામાં આવશે.જે માટે આશરે ચાર કરોડ રૂપિયા ની પેનલ્ટી માફ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.