Western Times News

Gujarati News

ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ૧૬૫ ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી, ૩ આરોપીની ધરપકડ

રાજકોટ, રાજકોટના ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી ૧૬૫ ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ફરિયાદ બાદ યાર્ડના સીસીટીવી ફુટેઝ તપાસતા તેમાં એક શખ્સ ટ્રક પાસે દેખાયો હતો. ગોંડલ સિટી પોલીસના પીઆઇ સહિતના સ્ટાફ તપાસ કરતા હાઇવે પરના સીસીટીવી ફુટેઝ તપાસતા ટ્રક મોવિયા પાસે છેલ્લે દેખાયું હતું. ત્યાર બાદ આગળ ક્યાંય દેખાયું ના હતું.

સમગ્ર બનાવ ને લઈને ધાણાના મજૂરોના એક પછી એક નિવેદનો બહાર આવતા સમગ્ર ચોરી નો મામલો બહાર આવ્યો હતો.અને પોલિસની તપાસ દરમિયાન ધારીના મીઠાપુર પાસે આવેલ નક્કીની સિમમાં ધાણા આઇસરમાંથી ઉતારી ધાણાને ઢાંકી દેવામાં આવ્યા હતા.

ગોંડલ શહેર પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા ૧૬૫ ગુણી ધાણા મળી આવ્યા હતા. જાે કે ગોંડલ શહેર પોલીસે ગણતરીના કલાકો માં CCVT ફૂટેજ આધારિત ટ્રક અને ધાણા સહિત ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ગોંડલના મોવિયા રોડ પર રહેતા ઈંદ્રિસભાઈ જુમાભાઈ કોલિયા નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેડૂત પાસેથી યાર્ડની આર.સી.ટ્રેડિંગે ખરીદ કરેલી રૂ.૯.૬૦ લાખની ૧૬૫ ધાણાની ગુણી ભરેલો ટ્રક યાર્ડના ડોમ નંબર ૩ માં મુક્યો હતો અને ત્યારબાદ તે ટ્રક નડતો હોય માટે મજૂર ટ્રાન્સપોર્ટ નગરમાં મૂકી આવ્યો હતો થોડીવાર બાદ ઈંદ્રિસભાઈ અને તેમના પિતા ટ્રકની તપાસ કરવા જતાં ત્યાં ટ્રક દેખાયો નહોતો અને આજુબાજુના વિસ્તારમાં બે કલાક તપાસ કરી છતાં મળી આવ્યો નહોતો જેથી આર.સી.ટ્રેડિંગના ધર્મેશભાઈ સાથે વાત કરી ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ફરિયાદ બાદ યાર્ડના સીસીટીવી ફુટેઝ તપાસતા તેમાં એક શખ્સ આઇસર પાસે દેખાયો હતો ગોંડલ સીટી પોલીસ ના પીઆઇ એમ.આર.સંગાળા, હેડ કૉન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફ તપાસ કરતા હાઇવે પરના સીસીટીવી ફુટેઝ તપાસતા આઇસર મોવિયા પાસે છેલ્લે દેખાયું હતું ત્યાર બાદ આગળ ક્યાંય દેખાયું ના હતું.

સમગ્ર બનાવ ને લઈને ધાણા ના મજૂરો ના એક પછી એક નિવેદનો બહાર આવતા સમગ્ર ચોરી નો મામલો બહાર આવ્યો હતો અને પોલિસ ની તપાસ દરમિયાન ધારી ના મીઠાપુર પાસે આવેલ નક્કી ની સિમમાં ધાણા આઇસર માંથી ઉતારી ધાણા ને ઢાંકી દેવામાં આવ્યા હતા.

ગોંડલ શહેર પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા ૧૬૫ ગુણી ધાણા મળી આવ્યા હતા અને આઇસર જૂનાગઢ બીલખા રોડ પર થી મળી આવ્યું હતું ૧૬૫ ગુણી ધાણા ૭,૩૫,૦૦૦ /- અને આઇસર ૨,૨૫,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ ૯,૬૦,૦૦૦/- સાથે ૩ શખ્સો સિકંદર શરીફભાઈ ફુલેરા, સમીર શરીફભાઈ ફુલેરા અને હુશેનભાઈ તાહેરઅલી હિરાણ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી સમગ્ર ચોરી માં વધુ એક આરોપી નું નામ ખુલવા પામ્યું છે જે હાલ ફરાર છે પોલીસ દ્વારા પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.