Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લામાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ !!

Files Photo

(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લગ્ન પ્રસંગે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં જ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.જાેકે આ વિડિઓ ક્યાં ગામનો અને કયારનો છે જે અંગેની ચોક્કસ પુષ્ટિ થઈ શકી નથી.

ખેર પોલીસ એક્શનમાં આવી આંતરિક રાહે તપાસ કરી રહી હોવા સાથે જ આ વાયરલ વિડિઓ જૂનો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી આ વિડિઓ અંગે કોઈ જ આધારભૂત જાણકારી મળી શકી નથી.

લગ્ન પ્રસંગમાં જેમાં પણ વરઘોડા ટાણે કેટલાક લોકોને વટ પાડવા માટે હવામાં પોતાના કે અન્યના લાયસન્સ વાળા હથિયારથી ફાયરિંગ કરવાનો શોખ હોય છે. પ્રસંગમાં ઉપસ્થિત લોકોને જાેઈ ઉત્સાહમાં આવી આવા લોકો જાહેરમાં હથિયારના ઉપયોગ અંગેની જાેગવાઈનું ભાન ભૂલી જતાં હોય છે.

બીજી તરફ વર્તમાન સ્થિતિમાં જેમ.ફાયરિંગ કરવાનો શોખ હોય છે એવો શોખ ધરાવતો એક મોબાઈલ ધારક વર્ગનો પણ છે .જયાં જેવા દ્રશ્યો જાેવા મળે મોબાઈલ કાઢી વિડિઓ અને ફોટો ક્લિક કરી સોશ્યલ મિડિયામાં વાયરલ કરી દેવાની કુટેવ વાળા ઘણા બધા શોખીનો છે.

આ જ વાયરલ વિડિઓ ગવાહી બની ફાયરિંગ કરવા વાળાને પોલીસ મથકે દોરી જવાનું પ્રથમ પગથિયું બની જાય છે.આવી જ એક ઘટના મહીસાગર જિલ્લામાં સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ રહી છે.જેમાં એક વિડીઓમાં હવામાં એક યુવક બે રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યો છે જે લુણાવાડા પંથકના અંતરિયાળ ગામના એક લગ્ન પ્રસંગની ઘટના હોવાની ચર્ચાઓ સાથે વાયરલ થઈ રહ્યું છે.

આ ફાયરિંગની ઘટના ક્યારે ,ક્યાં ગામમાં બની અને કોણે કોના પ્રસંગમાં ફાયરિંગ કર્યુ જેની કોઈ જ પુષ્ટિ પોલીસ દ્વારા કે અન્ય માધ્યમ થકી થઈ શકી નથી જેથી આ વિડિઓ અંગે ચોક્કસ જાણકારી મળી શકી નથી.પરંતુ આ વિડિઓ બે માસ અગાઉનો હોવાની એક ચર્ચા સાંભળવા મળી રહી છે તેમ છતાં પોલીસને સચોટ પુરાવા મળતાં જ પોલીસ ઉક્ત દિશામાં તપાસનો દૌર લંબાવશે એમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.