Western Times News

Gujarati News

ર૦૧૭માં પાટીદાર આંદોલન-હાદિર્કનો વેવ હતો આ વખતે નવી સ્ટ્રેટજી લાવવી પડશેઃ કગથરા

ચુંટણીની તૈયારી લઈ રાહુલ ગાંધીને કોંગ્રેસના રપ સભ્યોએ પત્ર લખ્યો

સુરત, વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોગ્રેસ અને આપ પાર્ટી લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલની પોતાની પાર્ટીમાં જાેડાવા માટે આમંત્રણ આપી રહી છે. ત્યારે આજે મોરબી-ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

મીડીયા સાથેની વાતચીતમાં કગથરાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીને કોગ્રેસના રપ જેટલા સભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ર૦૧૭માં પાટીદાર આંદોલન અને હાદિર્ક પટેલનો વેવ હતો, આ વખતે ર૦રરમાં નથી. આમાં કોઈ ગ્રુપીઝમ કે નારાજગીની વાત નથી. પાર્ટીના હિતમાં પાર્ટીના પ્રમુખને મળવું એ એક ધારાસભ્ય તરીકેની ફરજ છે. આથી કોગ્રેસના રપ સભ્યોએ રાહુલ ગાંધીને આ વખતની ચુંટણીમાં નવો મુદ્દો લાવવા પત્ર લખ્યો છે.

લલીત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા આવ્યા ત્યારે પણ અમે તેમને રૂબરૂ મળવાના હતા. પરંતુ સંજાેગોવસાદ તેમને મળી શકયા નહોતા. ર૦રરની ચુંટણીમાં કોગ્રેસ કંઈ રીતે ગુજરાતમાં જીતી શકે છે. તે અંગે ચર્ચા કરવા પત્ર લખવામાં આવ્યો છે. ર૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર આંદોલનની હવા હતી.

આથી કોગ્રેસની સારી સીટ મળી હતી. સૌથી વધુ સીટ કોગ્રેસને સૌરાષ્ટ્ર સારી સીટ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાંથી મળી હતી. કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, ર૦રરમાં હવે ર૦૧૭ જેવો કોઈ જવાબ નથી ત્યારે કેમ લડવું તે બાબતની ચર્ચા કરવા પત્ર લખ્યો છે. નરેશ પટેલને આવકારવા કોગ્રેસ તૈયાર છે.

નરેશભાઈ પાર્ટીમાં આવતા હોય તો તેના કરતા બીજું સારું શું હોઈ શકે. તેમના પિતા પણ પાર્ટીના કાર્યકાર હતા, તેમનું કુટુંબ પહેલીથી કોગ્રેસમાં છે. મનોહરસિંહ જાડેજા વખતથી નરેશ પટેલ અને તેમનો પરીવાર કોગ્રેસ સાથે વર્ષોથી જાેડાયેલો છે. એક બાદ એક રાજકીય પક્ષ ખોડલધામના નરેશ પટેલને પોતાના પક્ષમાં સમાવવા આમંત્રણ આપી રહયા છે.

ગત સપ્તાહે હાદિર્ક પટેલ દ્વારા નરેશ પટેલને ખુલ્લો પત્ર લખી કોગ્રેસમાં સક્રીય થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જાેડાવવા આમંત્રણ આપી રહયા છે. લલીત કગથરાએ હડતાળ પર ઉતરેલા સર્કીટહાઉસના કર્મચારીઓની મુલાકાત કરી હતી. પગાર મુદે સર્કીટહાઉસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આથી કગથરાએ ફોન કરી પીડબલ્યુડીના અધિકારીઓ સાથે વાત કરીને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.